Stock Market Today: સેન્સેક્સ અને નિફ્ટી સુધારા સાથે આગેકૂચ કરી રહ્યા છે. આજે નિફ્ટી ઉછાળા સાથે ખૂલ્યા બાદ ફરી નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. જ્યારે સેન્સેક્સે પણ 10.43 વાગ્યે 80895.63ની નવી રેકોર્ડ ટોચ નોંધાવી હતી. રોકાણકારોની મૂડી બે દિવસમાં રૂ. 4.36 લાખ કરોડ વધી છે.
બજેટમાં સકારાત્મક જાહેરાતો તેમજ ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતાં સારા રહેવાના સંકેતો સાથે શેરબજારમાં આકર્ષક તેજી જોવા મળી છે. 10.45 વાગ્યે સેન્સેક્સ 185.03 પોઈન્ટ ઉછાળે, નિફ્ટી 63.10 પોઈન્ટ ઉછળી 24649.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટીની નવી સર્વોચ્ચ સપાટી 24661.25 છે.
માર્કેટ બ્રેડ્થ મજબૂત
સ્ટોક માર્કેટની માર્કેટ બ્રેડ્થ સતત પોઝિટીવ રહેતાં હાલ તેજીનો દોર જળવાઈ રહે તેવી સંભાવના જોવા મળી છે. બીએસઈ ખાતે ટ્રેડેડ 3768 શેર્સમાંથી 2286 શેર્સ સુધારા તરફી, 1329 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. આજે ફરી 217 શેર્સ વર્ષની નવી ટોચે પહોંચ્યા છે. જ્યારે 16માં વર્ષનું તળિયું નોંધાયું છે. સમાચાર લખાયા ત્યાં સુધી 238 શેર્સમાં અપર સર્કિટ, 198માં લોઅર સર્કિટ વાગી હતી. નિફ્ટી ખાતે પણ 33 શેર્સ ગ્રીન ઝોનમાં અને 17 રેડ ઝોનમાં કારોબાર થઈ રહ્યા હતા.
એનએસઈ ખાતે ટોપ ગેનર્સ
સ્ક્રિપ્સછેલ્લો ભાવઉછાળોCOALINDIA513.953.25BPCL316.352.79TATACONSUM1171.21.95BHARTIARTL1464.251.85TATASTEEL169.611.71
એનએસઈ ખાતે ટોપ લૂઝર્સ
સ્ક્રિપ્સછેલ્લો ભાવઘટાડોSHRIRAMFIN2844-1.33KOTAKBANK1819.8-1.29SBILIFE1598.65-0.92LT3629.95-0.59NESTLEIND2578.85-0.58
(સ્રોતઃ NSE, ભાવ સમાચાર લખાયા ત્યાં સુધીના)
એનર્જી, હેલ્થકેર, એફએમસીજી, ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ પણ નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. ટેલિકોમ્યુનિકેશન્સ, મેટલ શેર્સમાં પણ તેજીના કારણે 1.58 ટકા, 1.39 ટકા વધ્યો છે. માર્કેટ નિષ્ણાતે નિફ્ટી માટે 24500નો સપોર્ટ લેવલ છે. રેઝિસ્ટન્સ લેવલ 24650 ક્રોસ થયુ હોવાથી આગામી રેઝિસ્ટન્સ લેવલ 24700-24800 નિર્ધારિત કર્યું છે. બેન્ક નિફ્ટી માટે 52200ના સપોર્ટ લેવલ અને 53000નું રેઝિસ્ટન્સ લેવલ આપ્યું છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.