અમદાવાદ,મંગળવાર
સરસપુરમાં પિતા પુત્ર વચ્ચે તકરાર થતી હતી જેથી યુવક તેના મિત્રો સાથે છોડવવા વચ્ચે પડયો હતો અને કેમ તકરાર કરો છો કહેતા આપરોપીઓએ યુવકને છરાના ઘા મારીને લોહી લુહાણ કર્યો હતો એટલું જ નહી જમીન ઉપર પડયા બાદ પણ હુમલો કરતાં યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે શહેર કોટડા પોલીસે પિતા પુત્ર સહિત ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કેમ તકરાર કરો છો કહેતા આરોપીઓએ છરાથી હુમલો કરતા યુવક લોહી લુહાણ જમીન પર પડયા બાદ પણ માથામાં કડુ માર્યું
કૃષ્ણનગરમાં રહેતી મહિલાએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં સરસપુરમાં રહેતા પુનમ પટણી અને સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તેમનો દિકરો સરસપુર ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો નોકરીથી છૂટીને ઘરે જતો હતો ત્યારે સરસપુર જજ સાહેબની ચાલી પાસે પિતા પુત્ર વચ્ચે તકરાર ચાલતી હતી જેથી ફરિયાદીનો દિકરો તેના મિત્ર સાથે ત્યાં ગયો હતો અને કેમ તકરાર કરો છો કહ્યુ હતું.
પિતા પુત્રએ ઉશ્કેરાઇને યુવક સાથે તકરાર કરીને ત્રણેય યુવક સાથે મારા મારી કરી હતી અને છરાથી હુમલો કરતાં યુવક જમીન ઉપર પડયા બાદ પણ હુમલો કરતાં યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે પિતા પુત્ર સહિત ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.