– કરાર મુજબ નવી ઓફિસ વહેલી તકે ફાળવવા માંગ
– કર્મચારીઓ સાથેની મીલી ભગતથી પોસ્ટ ઓફિસમાં બિન અધિકૃત એજન્ટોના કલાકો સુધી અડીંગા
સિહોરમાં વર્ષોથી મેઈન બજારની મધ્યમાં પોસ્ટ ઓફિસ ધમધમતી હતી. તે મિલ્કત બિલ્ડરોએ ખરીદી લેતા પોસ્ટ ઓફિસના અધિકારીઓ સાથે મીલી ભગતથી ખાલી કરાઈ હતી. આ સ્થળે નવુ કોમ્પલેક્ષ બનાવી અગાઉ પોસ્ટ ઓફિસની જેટલી જગ્યા હતી તેટલામાં નવી ઓફિસ બનાવવાના કરાર કરાયા હતા. પરંતુ ત્રણથી ચાર વર્ષ થઈ ગયા હોવા છતાં ત્યાં કોમ્પ્લેક્ષ બનાવવાના કોઈ એંધાણ ન હોય અને પોસ્ટ ઓફિસ અન્યત્ર બસ સ્ટેન્ડના ઢાળમાં આવેલા કોમ્પલેક્ષમાં માત્ર બે દુકાનમાં રાતોરાત ફેરવી નાખવામાં આવી હતી. નવા સ્થળે વૃધ્ધો, વિધવા, પેન્શનરને દાદરા ચડીને ઉપર જવુ પડે છે. આ ઓફિસ એકદમ સાંકડી છે. ત્યાં આગળ બીન અધિકૃત અને કર્મચારીઓ સાથે મીલી ભગત ધરાવતા એજન્ટો અડીંગા જમાવીને બેસી રહેતા હોય ગ્રાહકોને ત્યાં જવામાં ભારે મુશ્કેેલીઓનો સામનો કરવાનો વખત આવે છે.આ ઓફિસમાં ડાયરેકટ ખાતુુ ખોલવુ હોય, ડિપોઝીટ મુકવી હોય સહિતના કામો માટે એજન્ટ સિવાય ડાયરેકટ કામ કરતા કર્મચારીઓ પુરુ માર્ગદર્શન ન આપતા હોય એજન્ટો પાસે ધકકો મારે છે. એ. ટી. એમ.એકટીવ કરવા માટે કર્મચારીઓ કોઈ કરતા નથી અને આવા કાર્ડ એકટીવ થતા નથી જેથી ગ્રાહકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે. ત્રણ વર્ષથી આ બિલ્ડિંગ પુરૃ થયુ ન હોય પોસ્ટ ઓફિસને સોંપાયેલ નથી. તો કરાર મુજબ તે કયારે સોંપવામાં આવશે. નવા સ્થળે તે કયારે ફેરવવામાં આવશે તે ચર્ચાસ્પદ બનેલ છે.