back to top
Homeસૌરાષ્ટ્રહોટલ અને ટ્રાવેલ્સના બારોબાર બુકિંગ કરી ફેક્ટરીના કર્મી દ્વારા 10.43 લાખની ઠગાઇ

હોટલ અને ટ્રાવેલ્સના બારોબાર બુકિંગ કરી ફેક્ટરીના કર્મી દ્વારા 10.43 લાખની ઠગાઇ

વાંકાનેરની સિરામિક કંપનીને કર્મચારીએ માર્યો ધૂંબો

કંપનીના ઓનલાઇન ટ્રાવેલ એપના એકાઉન્ટમાંથી બારોબાર બુકિંગ કરી રકમ ન ચૂકવી છેતરપિંડી

મોરબી: વાંકાનેર નજીક આવેલ વરમોરા સિરામિક ફેકટરીના કર્મચારીએ કંપનીની જાણ બહાર કંપનીની ઓનલાઇન ટ્રાવેલ એપના એકાઉન્ટનો ઉપયોગ કરી હોટેલ ટ્રાવેલ્સ બુકિંગ કરી ૧૦.૪૩ લાખની રકમની ઠગાઈ કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

રાજકોટ વિશ્વનગર ૨ ના રહેવાસી મુકુન્દભાઈ તુલસીભાઈ સંચાણીયાએ આરોપી અવિનાશ અશોકભાઈ વાઘેલા (રહે. ડુંગર પુર તા. જુનાગઢ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે વરમોરા ગ્રેનીટો પ્રા. લી કંપનીમાં એડમીન એકઝીક્યુટીવની જગ્યા પર અવિનાશ વાઘેલાને નિમણુક આપી હતી અને તા. ૦૨-૦૧-૨૦૨૩ થી ફેકટરીમાં ફરજ પર હાજર થયા હતા. જેને મેક માય ટ્રીપ ઓનલાઈન ટ્રાવેલ નામની એપ્લીકેશનમાં કંપનીનું એકાઉન્ટ બનાવી પાસવર્ડ જનરેટ કર્યો અને વોલેટમાં કંપનીના એચડીએફસી બેંક ખાતા નંબરમાંથી જરૂરિયાત મુજબ રીચાર્જ કરી બેલેન્સ રકમ જમા રાખતા હતા. વરમોરા કંપનીના સ્ટાફ દ્વારા હોટેલ અને ટ્રાવેલ ટીકીટ બૂક કરવા કંપનીના એચઆર વિભાગના ઈમેલથી જાણ કરવામાં આવી હતી.

બાદમાં અવિનાશ વાઘેલા નોકરી છોડી જતો રહ્યો હતો અને ટીકીટ બુકિંગ બીલો અને બેલેન્સ તેમજ એકાઉન્ટનો હિસાબ કરતા અવિનાશે પોતાની ફરજ દરમિયાન અંગત સ્વાર્થ માટે કંપનીની મંજુરી વગર અલગ અલગ ૩૭ વખત હોટેલ/ટ્રાવેલ્સ ટીકીટ બુકિંગ કરી રૂા. ૧૦,૪૩,૬૦૬ની રકમ કંપનીના વોલેતમાંથી ચૂકવેલ હોવાનુ જણાઈ આવ્યું હતું અને આ બાબતે ટેલીફોનીક વાતચીત કરતા બનાવ અંગે પોતાની કબુલાત આપી હતી અને રકમ ટૂંક સમયમાં ચુકવવા જણાવ્યું હતું. પરંતુ ખોટા વાયદાઓ કરી આજદિન સુધી રકમ ચૂકવી ના હતી. વાંકાનેર તાલુકા પોલીસે આરોપી કર્મચારી વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments