back to top
Homeપ્રાઈમ ન્યૂઝNDAનું વધ્યું ટેન્શન: મહારાષ્ટ્રમાં ફરી નવા આંદોલનના એંધાણ, અગાઉ અનામત પર થયો...

NDAનું વધ્યું ટેન્શન: મહારાષ્ટ્રમાં ફરી નવા આંદોલનના એંધાણ, અગાઉ અનામત પર થયો હતો વિરોધ

Maharashtra Politics : એકતરફ મહારાષ્ટ્રમાં વિધાનસભાની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે, તો બીજીતરફ રાજ્યમાં નવા આંદોલનના એંધાણ જોવા મળી રહ્યા છે. બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન અઘાડી (VBA)ના વડા પ્રકાશ આંબેડકરે (Prakash Ambedkar) જાહેરાત કરી છે કે, તેઓ 25 જુલાઈથી મહારાષ્ટ્રમાં આરક્ષણ બચાવો યાત્રા (Aarakshan Bachao Yatra) કાઢવા જઈ રહ્યા છે. તેમની યાત્રાનો હેતુ રાજ્યમાં SC, ST અને OBC આરક્ષણનો બચાવ કરવાનો અને SC-ST સમુદાય માટે શિષ્યવૃત્તિની રકમ બમણી કરવાનો છે. આ યાત્રા પશ્ચિમ મહારાષ્ટ્ર, મરાઠવાડા અને પશ્ચિમ વિદર્ભમાંથી પસાર થશે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી, જાણો લોકો કોને CM તરીકે જોવા માંગે છે, કયા ગઠબંધનને છે ટેકો?

જ્યાં મહાયુતિનો પરાજય થયો, તે વિસ્તારોમાંથી પસાર થશે યાત્રા

પ્રકાશ આંબેડકરની આ જાહેરાતથી રાજ્યની એકનાથ શિંદે સરકારની મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે એક તરફ મરાઠાઓ ઓબીસી આરક્ષણ માટે આંદોલન કરી રહ્યા છે અને બીજી તરફ ઓબીસી સમુદાય પોતાના હિતોની રક્ષા માટે અવાજ ઉઠાવી રહ્યો છે. દરમિયાન, પ્રકાશ આંબેડકરનું આંદોલન આગમાં બળતણ જેવું કામ કરી શકે છે. આંબેડકરે તાજેતરની લોકસભા ચૂંટણીમાં જ્યાં મહાયુતિને પરાજયનો સામનો કરવો પડ્યો છે તે વિસ્તારોમાં તેમની યાત્રા પસાર કરવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : NEET-UG પેપર લીક કેસમાં CBIની મોટી કાર્યવાહી, NTAના ટ્રંકમાંથી પેપર ચોરનાર એન્જિનિયરને દબોચ્યો

પ્રકાશ આંબેડકર 25 જુલાઈથી શરૂ કરશે યાત્રા

આ યાત્રા 25 જુલાઈએ દાદર ચૈત્યભૂમિથી શરૂ થઈને કોલ્હાપુર, સાંગલી, સોલાપુર, ઉસ્માનાબાદ, બીડ, લાતુર, નાંદેડ, યવતમાલ, અમરાવતી, અકોલા, બુલઢાણા, વાશીમ, જાલના થઈને 8મી ઓગસ્ટે છત્રપતિ સંભાજીનગર ખાતે સમાપ્ત થશે. પ્રકાશ આંબેડકરે આ આંદોલનની જાહેરાત એવા સમયે કરી છે જ્યારે રાજ્યમાં થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. મહત્વની વાત એ છે કે, તેમણે એનડીએની નબળી કડીને પોતાનું હથિયાર બનાવી લીધું છે. એટલે કે જે વિસ્તારોમાં એનડીએનું લોકસભા ચૂંટણીમાં પ્રદર્શન સારું રહ્યું નથી ત્યાં આંબેડકર ઓબીસી અને એસસી-એસટી મતદારોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા જરાંગે પાટીલે મરાઠા આરક્ષણ માટે પોતાનું આંદોલન શરૂ કર્યું છે, જેના કારણે મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde)ની પણ મુશ્કેલી વધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments