back to top
Homeપ્રાઈમ ન્યૂઝVIDEO : બજેટ-2024 પહેલા નાણા મંત્રાલયમાં યોજાઈ હલવા સેરેમની, નિર્મલા સીતારમણે પીરસ્યો...

VIDEO : બજેટ-2024 પહેલા નાણા મંત્રાલયમાં યોજાઈ હલવા સેરેમની, નિર્મલા સીતારમણે પીરસ્યો હલવો

Union Budget 2024-25 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ રજૂ કરશે. જોકે, બજેટ રજૂ કરતા પહેલા મંગળવારે નાણા મંત્રાલયના નોર્થ બ્લોકમાં હલવા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાણાંમંત્રી કઢાઈમાંથી હલવો પીરસ્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. 

હલવા સેરેમનીનું મહત્વ

બજેટ સંબંધિત તમામ કામ પૂર્ણ થયા બાદ નાણામંત્રી દ્વારા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવે છે. આ હલવા સેરેમનીનો અર્થ છે કે બજેટને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. હવે તેનું પ્રિન્ટિંગ કામ શરૂ થઈ ગયું છે. આ સેરેમનીમાં બજેટ તૈયાર કરનાર મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવે છે. આ પછી આ હલવો નાણામંત્રી પોતે તમામ કર્મચારીઓ, પ્રિન્ટિંગ કામ સાથે જોડાયેલા કર્મચારીઓ અને નાણા અધિકારીઓને વહેંચે છે. તમને જણાવી દઈએ કે, બજેટ બનાવવા સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ કોઈ બહારના વ્યક્તિને મળી પણ શકતા નથી. એટલું જ નહીં નાણા મંત્રાલયમાં કોઈ બહારની વ્યક્તિ પ્રવેશ અપાતો નથી. 

કેટલા પ્રકારના હોય છે બજેટ

બજેટ શું હોય છે? આ પહેલા બજેટ કેટલા પ્રકારના હોય છે તેના વિશે જાણવું જરુરી છે. ભારતમાં બજેટ મુખ્યત્વે ત્રણ કેટેગરીમાં હોય છે, જેમાં સંતુલિત બજેટ, સરપ્લસ બજેટ અને ડેફિસિટ બજેટનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં બેલેન્સ્ડ બજેટમાં ઈન્કમ અને ખર્ચની માત્રાનું સામાન્ય હોવી જરૂરી છે. વળી, સરપ્લસ બજેટમાં સરકારની આવક ખર્ચ કરતાં વધુ હોય છે. ડેફિસિટ બજેટમાં સરકારના ખર્ચ તેની આવક કરતા વધુ હોય છે. આ પહેલા કેન્દ્રીય નાણામંત્રીએ પહેલી ફેબ્રુઆરી 2024ના સવારે 11 કલાકે સંસદમા વચગાળાનું બજેટ  2024-2025 રજુ કર્યું હતું. વર્ષ 2001માં પહેલીવાર સવારે 11 કલાકે રજૂ કરવામાં આવ્યું હતું. બાજપેયી સરકાર આવ્યા પહેલા સાંજે પાંચ વાગે બજેટ રજૂ કરાતું હતું, પરંતુ યશવંત સિન્હાએ આ પ્રથાને તોડીને સવારે 11 કલાકે બજેટ રજૂ કરવાની પરંપરાની શરુઆત કરી હતી. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments