back to top
Homeમનોરંજનઅક્ષય અને અર્શદની જોલી એલએલબી થ્રીનું શૂટિંગ પૂરુ

અક્ષય અને અર્શદની જોલી એલએલબી થ્રીનું શૂટિંગ પૂરુ

– ફિલ્મ આવતાં વર્ષે રીલિઝ થવાની છે

– ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ રાજસ્થાનમાં થયું છે, હવે પોસ્ટ પ્રોડક્શન શરુ થશે

મુંબઈ : અક્ષય કુમાર અને અર્શદ વરસીની ફિલ્મ ‘જોલી એલએલબી થ્રી’નું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું હોવાની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મની ટીમ દ્વારા જ શૂટિંગ પૂર્ણ થયા બાબતની તસવીર રીલિઝ કરાઈ હતી. હવે પોસ્ટ પ્રોડક્શન વર્ક શરુ થશે.  ફિલ્મ ૨૦૨૫માં રીલિઝ કરવાનું પ્લાનિંગ છે. 

ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ રાજસ્થાનમાં કરાયું છે. ત્યાં આશરે ૪૦ દિવસનું શિડયૂલ ગોઠવાયું હતું. ‘જોલી એલએલબી’ના પહેલા ભાગમાં અર્શદ વરસી મુખ્ય હિરો હતો. બીજા ભાગમાં તેની ભૂમિકા અક્ષય કુમારે છિનવી લીધી હતી. જોકે, હવે ત્રીજા ભાગમાં બંને કલાકારોને સામેલ કરાયા છે. ફિલ્મમાં હુમા કુરેશી અને સૌરભ શુક્લા  પણ પોતાના પાત્રોમાં ફરી જોવા મળશે. આ ફિલ્મ દ્વારા લાંબા સમય પછી અમૃતા રાવ પણ મોટા પડદા પર પાછી દેખાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments