back to top
Homeદુનિયાઅમેરિકી પ્રમુખપદ માટે ટ્રમ્પ સત્તાવાર રિપબ્લિકન ઉમેદવાર જાહેર

અમેરિકી પ્રમુખપદ માટે ટ્રમ્પ સત્તાવાર રિપબ્લિકન ઉમેદવાર જાહેર

– હુમલા બાદ ટ્રમ્પ પહેલીવાર જાહેરમાં આવ્યા

– ટ્રમ્પે યેલ-યુનિવર્સિટીના લૉ-ગ્રેજ્યુએટ જે.ડી. વાન્સને વાઇસ પ્રેસિડેન્ટના ઉમેદવાર તરીકે પસંદ કર્યા

– વાન્સના પત્ની ઉષા ચિલુકુરી ભારતીય મૂળના છે

મિલવોકી(વિસ્કોન્ઝિન) : અમેરિકાના લેઇક મીશીગનના તટે રહેલા મિલ વોકી શહેરમાં યોજાયેલી રીપબલ્કિન પાર્ટીના અધિવેશનમાં પૂર્વ પ્રમુખ ટ્રમ્પને પ્રમુખ પદ માટેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા પછી ટ્રમ્પે, તેઓના રનિંગ મેઇટ (ઉપ પ્રમુખ પદના ઉમેદવાર) તરીકે ૨૦૨૪ની ચૂંટણીમાં જે.ડી. વાન્સનું નામ જાહેર કર્યું. છે. ૩૯ વર્ષના વાન્સ પહેલા તો ટ્રમ્પના ઉગ્ર ટીકાકાર હતા. તેમણે એક સમયે ટ્રમ્પને અમેરિકન હિટલર કહ્યા હતા. પરંતુ પછીથી ટ્રમ્પની વસાહતીઓ અંગેની નીતિ, આર્થિક નીતિ અને વિશેષત: આંતરરાષ્ટ્રીય નીતિથી ટ્રમ્પ પ્રત્યે ખેંચાયાહતા.

તેમા પણ ખાસ કરીને ટ્રમ્પની અમેરિકા-ફર્સ્ટ અને મેઇક અમેરિકા ગ્રેટ અગેઇનના નારાથી તેઓ ટ્રમ્પના ચાહક બની ગયા હતા.વાન્સ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ (જુનિયર)ના મિત્ર છે. તેમણે જ પોતાના પિતાને વાન્સને તેમના રનિંગ મઇટ તરીકે પસંદ કરવા આગ્રહ કર્યો હતો.

ટ્રમ્પે પોતાના પોસ્ટ ઉપર તેના પ્રમાણપત્રો દર્શાવતા લખ્યું હતું કે, તેઓએ મરીન કોર્પ્સમાં સેવાઓ આપી છે. ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા છે તે પછી યેલ લો સ્કૂલના ગ્રેજ્યુએટ થયા છે. તેઓ યેલ લો જર્નલના એડીટર પણ હતા. તેઓ પ્રેસિડન્ટ ઓફ ધ યેલ લો વેેટેરેન્સ પદે ચૂંટાયા. ટેકનોલોજી અને ફાયનાન્સનું તેઓનું જ્ઞાાન અગાધ છે. હીલબીલી એલીગી નામના પુસ્તકથી તેઓ પ્રસિદ્ધ છે. આ પુસ્તકમાં અમેરિકાના મધ્યમવર્ગના સ્ત્રી પુરુષોના જીવનનો સંઘર્ષ દર્શાવાયો છે. તેઓએ અતિ પરિશ્રમ કરી રહેલા અમેરિકાના મધ્યમ વર્ગના મહિલાઓ અને પુરૂષોનાં જીવન સંઘર્ષનો વિસ્તૃત ચિતાર આપ્યો છે.

ટ્રમ્પે વધુમાં લખ્યું હતું કે જે.ડી. અમેરિકાના કામદારો, ખેડૂતો ઉપર પુરતું ધ્યાન આપી રહ્યા છે. વિશેષત: પેન્સીલવાનિયા, મીશીગન, વિસ્કોન્ઝીન, ઓહાયો, મિનેસોટા અને અન્ય અનેક રાજ્યોમાં ખેડૂતો, કારીગરો અને કામદારોની ઉપર તેઓ લક્ષ્ય કેન્દ્રિત કરી રહ્યા છે. ઉપપ્રમુખ તરીકે તેઓ સંવિધાન માટે તો લડત આપશે જ. ઉપરાંત અમેરિકાના સૈનિકોના કલ્યાણ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. તેઓ મને મેઈક અમેરિકા ગ્રેટ અગેઇન પ્રયત્નોમાં સહાયક બની રહે તેમ છે.

જે.ડી. વાન્સનાં પત્ની ઉષા ચિલુકુરી વાન્સ ભારતીય વંશનાં છે. તેઓનો ઉછેર સાન-ડીએગોમાં થયો હતો. બંને યેલ લો સ્કૂલમાં મળ્યા હતા. તેઓને ૩ બાળકો છે. સોમવારે સાંજે રીપબ્લિકન પાર્ટીના અધિવેશન સમયે બંને ડાયસ ઉપર ઉપસ્થિત થયા ત્યારે રીપબ્લિકન્સે તેઓને હર્ષનાદો અને તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધા હતા. જે.ડી. વાન્સ પોતે એક સફળ વ્યાપારી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments