back to top
Homeગુજરાતગુજરાતમાં નવા-જૂનીના એંધાણ, ભાજપના ગણાતા બે રાજ્યોમાં જ પક્ષની મુશ્કેલી વધી

ગુજરાતમાં નવા-જૂનીના એંધાણ, ભાજપના ગણાતા બે રાજ્યોમાં જ પક્ષની મુશ્કેલી વધી

Gujarat BJP : ઉત્તર પ્રદેશમાં મોટા ફેરબદલની અટકળો વચ્ચે ગુજરાતમાં મોરબી બ્રિજ કાંડ, વડોદરા હરણી કાંડ અને રાજકોટ ટીઆરપી ઝોન અગ્નિકાંડ સહિત ઘણાં મુદ્દાઓના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ની મુશ્કેલી વધવાની સાથે ભાજપમાં પણ મોટા ફેરફારો થવાની સંભાવના છે. રાજ્યમાં સરકાર અને સંગઠનમાં ઘણા સમયથી ફેરફારો થયા નથી. આ ઉપરાંત કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રાજ્યમાં પાર્ટીને મજબૂત કરવાનો પડકાર ફેંક્યો છે, તેથી આ તમામ બાબતોનો સામનો કરવા માટે ભાજપ 15 ઓગસ્ટ સુધીમાં ઘણા નવા ફેરફારો કરી શકે છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓને તક

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી વખતે પડકાર ફેંક્યો હતો કે, 2027માં ગુજરાતમાં ભાજપને હરાવીને રહીશું. ગુજરાત વિધાનસભાની કુલ 180 બેઠકો છે, જેમાંથી ભાજપનું સંખ્યાબળ 161નું છે. સૂત્રોનું માનીએ તો કેન્દ્રીય નેતૃત્વ સંગઠનની સાથે સરકારમાં પણ ફેરફાર કરી શકે છે. રાજ્યના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ હવે કેન્દ્રમાં મંત્રી છે. તેમણે પહેલા એક પદ અને એક વ્યક્તિના સિદ્ધાંત હેઠળ જવાબદારીમાંથી મુક્ત થવાની અપીલ કરી છે. આ ઉપરાંત સંગઠનમાં ઘણા મોટા પદ પણ ખાલી પડ્યા છે. કેબિનેટમાં ફેરબદલ થવાના કારણે કોંગ્રેસમાંથી આવેલા અર્જુન મોઢવાડિયા જેવા મોટા નેતાઓને મંત્રીપદ મળી શકે છે. હવે જોવાનું એ રહ્યું કે, ભાજપ કોંગ્રેસમાંથી આવેલા કેટલા નેતાઓને મંત્રી બનાવે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં 70 કરોડના ખર્ચે બનેલો ફ્લાયઓવર 3 મહિનામાં જ બિસ્માર, મુખ્યમંત્રીએ કર્યું હતું લોકાર્પણ

સપ્ટેમ્બરમાં CM પદે ભૂપેન્દ્ર પટેલના ત્રણ વર્ષ પૂરા થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સપ્ટેમ્બરમાં સીએમ પદ પર ત્રણ વર્ષ પુરા કરશે. ભાજપે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં 156 બેઠકો જીતી હતી. આમ તો તેમના ત્રણ વર્ષના કાર્યકાળમાં તેમના પર કોઈપણ પ્રકારનો આરોપ લાગ્યો નથી, પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં બનેલી ત્રણ મોટી ઘટનાઓએ તેમની સામે અનેક પડકાર ઉભા કરી દીધા છે.

આ પણ વાંચો : મુલાસણા અને ડુમસના જમીન કૌભાંડમાં સામેલ મોટાં માથા પર CMO મહેરબાન

આ ત્રણ ઘટનાઓએ સરકાર સામે ઉભા કર્યા સવાલો

રાજ્યમાં 18 જાન્યુઆરી 2023ના રોજ ગુજરાતના વડોદરાના હરણી તળાવ (Vadodara Harni Lake Incident)માં વિદ્યાર્થીઓથી ભરેલી બોટ પલટી જતાં 14 વિદ્યાર્થી અને બે શિક્ષકો સહિત 16 લોકોનાં મોત થયા હતા, જ્યારે 30 ઓક્ટોબરના રોજ મોરબી બ્રિજ દુર્ઘટના (Morbi Bridge Collapse)માં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા તેમજ 25 મે-2024ના રોજ રાજકોટમાં ટીઆરપી ઝોનમાં આગ (Rajkot Game Zone Fire) લાગવાને કારણે 2 બાળકો સહિત 35 લોકોના મોત થઈ ગયા હતા. આ ત્રણેય ઘટનાઓમાં સ્થાનિક તંત્ર સામે આંગળી ચિંધાવાની સાથે મુખ્યમંત્રીના નેતૃત્વ સામે પણ સવાલો ઉભા કર્યા છે. રાજ્યમાં મજબૂત સરકાર હોવા છતાં પ્રજા વચ્ચે વહિવટી તંત્રની નબળી કામગીરી જોવા મળી છે અને લોકોએ પણ તંત્રની ટીકા કરવાની સાથે વિરોધ કર્યો છે. આવી સ્થિતિમાં સંભાવના છે કે, ભાજપ સંગઠનની સાથે સરકારમાં પણ મોટા ફેરફાર કરી શકે છે અને કેટલાક મંત્રીઓની છુટ્ટી પણ કરી શકે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં પાંચ વર્ષમાં આગની વિવિધ ઘટનામાં 3176 લોકોના મોત, જુઓ ચોંકાવનારા આંકડા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments