back to top
Homeગુજરાતછોડમાં રણછોડ જોવાના બદલે AMCએ પાંચ વર્ષમાં પ્રોજેકટના નામે છ હજારથી વધુ...

છોડમાં રણછોડ જોવાના બદલે AMCએ પાંચ વર્ષમાં પ્રોજેકટના નામે છ હજારથી વધુ વૃક્ષકાપી નાંખ્યા

     

  અમદાવાદ,મંગળવાર,16 જુલાઈ,2024

શાસ્ત્ર અનુસાર દરેક છોડમાં રણછોડ હોય છે.અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશને છોડમાં રણછોડ જોવાના બદલે પાંચ વર્ષમાં વિવિધ પ્રોજેકટના
નામે ૬૫૩૬ વૃક્ષો કાપી નાંખ્યા છે.મેટ્રો
,બુલેટ
ટ્રેન પ્રોજેકટ ઉપરાંત રોડ પહોળા કરવાના બહાને ઘટાદાર વૃક્ષોનો સોથ વાળી દેવામા
આવ્યો છે.

આ વર્ષે સો દિવસમાં ત્રીસ લાખ વૃક્ષ વાવવા રુપિયા ૩૪ કરોડનો
ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામા આવશે.૧૫ જુલાઈ સુધીમાં શહેરના સાત
ઝોનમાં કુલ ૧૧.૩૪ લાખ વૃક્ષ વાવવામા આવ્યા હોવાનુ રિક્રીએશન કમિટીના ચેરમેન જયેશ
ત્રિવેદીએ કહયુ હતુ.૧૮ લાખથી વધુ વૃક્ષ વાવવાના બાકી છે.શહેરમાં હયાત વૃક્ષોની
ગણતરી કરવા ટ્રી સેન્સસ કામગીરી ટૂંક સમયમાં શરુ કરવામા આવશે.પાંચ વર્ષમાં કુલ
કેટલા વૃક્ષ રી-ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરી શકાયા તથા સેન્ટ્રલ વર્જમાં કરવામા
આવેલા પ્લાન્ટેશન અને સર્વાઈવ રેશિયોની વિગત મ્યુનિ.ના ડીરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન
જિજ્ઞેશ પટેલ આપી શકયા નહતા.

પાંચ વર્ષમાં કયારે-કેટલા વૃક્ષો કપાયા

વર્ષ            કપાયેલ
વૃક્ષ

૨૦૧૯-૨૦     ૧૬૧૯

૨૦૨૦-૨૧     ૮૩૮

૨૦૨૧-૨૨     ૧૪૬૩

૨૦૨૨-૨૩     ૧૨૦૦

૨૦૨૩-૨૪     ૧૪૧૬

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments