Liquor Crime in Jamnagar : જામનગરના રાજીવ નગર વિસ્તારમાંથી ગઈ રાત્રે સીટી સી. ડિવિઝન પોલીસે દારૂની હેરાફેરી કરી રહેલી એક કારને આંતરી લઈ 128 નંગ નાની-મોટી ઈંગ્લીશ દારૂની બોટલના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા છે.
જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગઈકાલે રાતે રાજીવ નગર તરફ જતા ખેતીવાડીના માર્ગે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન ત્યાંથી એક કાર શંકાસ્પદ હાલતમાં પસાર થતાં પોલીસે તેને અટકાવીને તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન કારમાંથી 32 નંગ મોટી અને 96 નંગ નાની ઇંગ્લિશ દારૂની બાટલોનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે ઇંગ્લિશ દારૂ અને કાર સહિત 3,35,000 ની માલમતા કબજે કરી લઇ ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા દિપક મનસુખભાઈ ગોહિલ અને આશિષ રાજુભાઈ વારસાકીયાની અટકાયત કરી લઇ તેઓની સામે દારૂબંધી ભંગ બદલ ગુનો નોંધ્યો છે.