– આઈસરની કેબિનનો ભૂક્કો થઈ ગયો
– સાળો અને બનેવી સાવલીથી મરઘા ભરીને અમદાવાદ તરફ આવી રહ્યા હતા ત્યારે અકસ્માત
અમદાવાદ વટવા કેનાલ ઉપર સુમૈયાબાનુ મહંમદ યુસુફ રાજપુતના પતિ ત્રણેક વર્ષ પહેલાં ક્યાંક ચાલી જતા તેઓ તેમના દીકરા મહંમદ રોનક સાથે રહે છે. તેમની બે દીકરીઓના લગ્ન થઈ ગયા છે. તેમનો દીકરો જમાઈ આસદ હુસેન અહેમદ કુરેશી સાથે ક્લીનર તરીકે નોકરી કરતો હતો. ગઈકાલે સોમવારે રાત્રે આસદ હુશેન કુરેશી મહંમદ રોનકનને સાથે લઈ આઇસર ગાડી લઇ સાવલી મરઘા ભરવા ગયા હતા. તેઓ સાવલીથી રાત્રે મરઘા ભરી પરત અમદાવાદ તરફ આવી રહ્યા હતા.
દરમ્યાન ડભાણ હાઇવે નંબર ૪૮ બ્રિજ ચડતા હતા ત્યારે આગળ જતી ટેલર ગાડી ધીમે જતી હોવાથી પુરઝડપે પસાર થતી આઇશર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ક્લીનર મહંમદ રોનકનું ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે સુમૈયાબાનુ મહંમદ યુસુફ રાજપુતની ફરિયાદના આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.