back to top
Homeરાજકોટતમારી પત્નીનો જીવ ઘરેણામાં રહી ગયો છે છ માસ સુધી માટલામાં...

તમારી પત્નીનો જીવ ઘરેણામાં રહી ગયો છે છ માસ સુધી માટલામાં પેક રાખવા પડશે

બાબરાના તાઈવદર ગામે પત્નીના મૃત્યુ પછી અશાંત રહેતા યુવાન સાથે છેતરપિંડી  ભાવનગરના ઠગે માટલામાં પેક કરાવતી વખતે  : ઘરેણા કાઢી લઈ માટલાનું મોઢું છ માસ સુધી બંધ કરાવી રખાવ્યુ પરંતુ ખોલતા ઘરેણા ગૂમ 

અમરેલી, : કહેવાય છે કે ડૂબતો માણસ બચવા માટે તણખલું પણ પકડે એમ  અમરેલી જિલ્લ્લાના બાબરા તાલુકાના તાઇવદર ગામનો યુવાન વિચિત્ર ઘટનામાં છેતરપીંડીનો ભોગ બન્યો છે.પત્નીના મોત બાદ બેચેન રહેતા યુવકને ભાવનગરના એક શખ્સ દ્વારા વિધિ કરવાના બહાને એક મટકામાં પત્નીના ઘરેણાં રાખી અને 6 મહિના પછી ખોલશો એટલે શાંતિ થઇ જશે તેવું નાટક કરી અને ઘરેણાઓ લઇ જઈને છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.આ અંગે બાબરા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બાબરાના તાઇવદર ગામનો  31 વર્ષીય પ્રાઇવેટ નોકરી કરતો યુવક જગદીશભાઈ ઘોહાભાઇ ગોલાણી અંધશ્રદ્ધાના નામે છેતરપીંડીનો ભોગ બન્યો હતો.આ  યુવકની   પત્નીનું અવસાન થયું હતું. તે કારણે તેમને ખૂબ આઘાત લાગ્યો હતો અને તેઓને શાંતિ માટે મંદિરો તથા આશ્રમોમાં જવું પડતું હતું. આ દરમિયાન તેમની મુલાકાત અમરાપરા પેસેન્ટર પાસે આવેલ ખોડીયાર માતાજીના મંદિરે ભાવનગરના રહેવાસી નિલેષભાઈ વ્યાસ સાથે થઈ હતી. નિલેષભાઈએ પોતે હોમ હવન અને વિધિ કરે છે .તેમ કહી વિશ્વાસમાં લઇ અને તકલીફ વિષે જણાવતા આ શખ્સ દ્વારા કેટલાક નુસ્ખાઓ જણાવવામાં આવ્યા હતા .અને તેમાં તેણે  13  કુવારી કા બાળાઓને ભોજન કરાવે તો તેના મનને શાંતિ થશે તેમ કહેતા એણે એનુ અનુસરણ કરીને ભોજન કરાવવવા  છતાં કોઇ ફરક ન પડતા તે હતાશ થઈ ગયો હતો. એ પછી ફરી આ ાવત કરતા ઠગે બીજો દાવ ખેલ્યો હતો. જેમાં તમારા પત્નિનું સોનાનું ઘરેણું ઘરમાં હોય જેમાં તમારી પત્નિનો મોહ રહી ગયેલ હશે તેવું કહી અને વિધિ કરાવવી પડશે તેવું જણાવ્યું હતું.

એ પછી આ વિધિ પણ કરાવવા તૈયાર થઈ ગયો હતો. અને  ગત તારીખ 24 ડિસેમ્બર 2023  ના રોજ  આ વિધિ કરવા માટે ઠગ આવ્યો હતો.તેના ઘરે પત્નિના ઘરેણા બે જોડી બુટી, કાનમાં પહેરવાની સોનાની ચેઈન, ગળામાં પહેરવાનું માંદળીયુ જે તમામ ઘરેણા આશરે ૨૫ ગ્રામ જેની કિંમત ૬૦ હજાર જે વિધિમાં રાખવા એક નાની મટકીમાં રખાવી તેમાં પૂજાની સામગ્રી નાખી હતી.આ ઉપરાંત એક લીંબુ નાખી અને યુવકને બહારથી સિગારેટ લઈ આવવાનું કહી બહાર મોકલી દીધો હતો.પાછળથી આ મટકીમાં રાખેલ સોનાના ઘરેણા આ ઠગ શખ્સે પોતાના પાસે રાખી લઈને અને મટકા પર કપડું  બાંધી દઈ અને કહેલ કે આ મટકુ તમારે ખોલવાનું નથી ૬ મહિના પછી ખોલશો એટલે તમારા મનને શાંતિ થશે.આથી તેણે અનુસરણ કર્યું હતું.એ પછી છ માસ પુરા થઈ જતાં અને માટલુ ખોલતા તેમાં ઘરેણા ગાયબ હતા. આથી ગઈ કાલે આ યુવકને વિશ્વાસ ઘાત થયો હોવાની જાણ થતા બાબરા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments