back to top
Homeજ્યોતિષતમારું 18 જુલાઈ, 2024નું રાશિ ભવિષ્ય

તમારું 18 જુલાઈ, 2024નું રાશિ ભવિષ્ય

મેષ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.

વૃષભ : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. રાજકીય-સરકારી કામકાજ થઈ શકે.

મિથુન : આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાનાં પ્રયાસ કરે. મોસાળપક્ષ-સાસરીપક્ષના કામમાં વ્યસ્ત રહેવું પડે.

કર્ક : આપની બુધ્ધિ-અનુભવ-આવડત-મહેનતના આધારે કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને દોડધામ-શ્રમ જણાય.

સિંહ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હ્ય્દય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે.

કન્યા : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્ય રચના થવાથી આનંદ રહે. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

તુલા : આપના કાર્યમાં સાનુકુળતા રહે. કૌટુંબિક-પારિવારીક કામકાજ માટે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. ધંધામાં આવક થાય.

વૃશ્ચિક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવો. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.

ધન : કોર્ટ-કચેરીના કામમાં, રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

મકર : આપના કાર્યમાં આકસ્મિક સરળતા-સાનુકુળતા મળતાં આનંદ અનુભવો. પુત્ર-પૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહે.

કુંભ : આપના કાર્યની સાથે મિત્રવર્ગ-સગા-સંબધીવર્ગ-ઘર-પરિવારના કામમાં વ્યસ્ત રહેવાનું થાય. કામનો ઉકેલ આવે.

મીન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકુળતા જણાય. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે.

– અગ્નિદત્ત પદમનાભ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments