back to top
Homeભારતદીવાલ કૂદીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ફ્લાઇંગ સ્કવોડ, શિક્ષકો જ બોર્ડ પર...

દીવાલ કૂદીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ફ્લાઇંગ સ્કવોડ, શિક્ષકો જ બોર્ડ પર લખી રહ્યા હતા જવાબ

Cheating in Rajasthan State Open School Examination : દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિતના રાજ્યમાં સરકારી ભરતી પરીક્ષાના પેપર લીક અને પરીક્ષા કૌભાંડના ઘણાં બધાં બનાવો સામે આવ્યાં છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા પેપર લીકને રોકવાના અનેક દાવાઓ કરવામાં આવે છે. ત્યારે રાજસ્થાન રાજ્ય ઓપન સ્કૂલ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં મોટી માત્રામાં વિદ્યાર્થીઓ નકલ કરતા હોવાનો રાજસ્થાન શિક્ષણ વિભાગની ફ્લાઇંગ સ્કવોડ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં ફ્લાઇંગ સ્કવોડે દેચૂના કોલૂ ગામની સરકારી શાળાના વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા પરીક્ષામાં નકલ કરાવતા રંગે હાથે ઝડપ્યા હતા. આ મામલે રાજસ્થાન શિક્ષણ વિભાગે આચાર્ય સહિત 10 શિક્ષકો સામે કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફ્લાઇંગ સ્કવોડના પ્રમુખ નિશિ જૈને શું કહ્યું

ફ્લાઇંગ સ્કવોડના પ્રમુખ નિશિ જૈને જણાવ્યું હતું કે, ‘અમને શાળામાં સમુહમાં નકલ કરવામાં આવી રહી હોવાની જાણકારી મળી હતી. જ્યારે અમે તેની તપાસ કરવા પહોંચ્યા ત્યારે શાળાનો ગેટ બંધ હોવાથી ટીમ દીવાર કુદવા મજબૂર બની હતી. આ પછી રૂમમાં તપાસ કરતાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને બ્લેકબોર્ડમાં જવાબો લખાવી નકલ કરાવવામાં આવી રહી હતી.’ શાળામાં નકલ કરવાના કેમાં અનેક એવા તથ્યો સામે આવ્યાં છે. ‘વિજ્ઞાન પ્રવાહના શિક્ષક અનસૂયા અને કોમલ વર્માની ઓળખ કરવામાં આવી છે. જેમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીને નકલ કરાવવાની સાથે-સાથે ડમી વિદ્યાર્થી પણ પૂરા પાડતા હતા.’

વિદ્યાર્થીએ શિક્ષકોને 2000 રુપિયાની ઓફર કરી

ફ્લાઇંગ સ્કવોડે પરીક્ષા કેન્દ્રને લઈને અનેક પુરાવા રજૂ કરતા જણાવ્યું હતું કે, ‘પરીક્ષાની નકલ કરવા મામલે પૈસાની લેતીદેતી કરી હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં એક વિદ્યાર્થી પાસે 2100 રૂપિયા મળી આવ્યાં હતા. જ્યારે બીજા વિદ્યાર્થીએ શિક્ષકોને 2000 રુપિયાની ઓફર કર્યાની કબૂલાત કરી હતી.’

રાજસ્થાન શિક્ષણ વિભાગે આચાર્ય સહિત 10 શિક્ષકો સામે કેસ દાખલ કર્યો

પરીક્ષામાં નકલ થવાની જાણ થતાં અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસને ઘટના સ્થળે મોકલતા ભાગદોડ થઈ હતી, તેવામાં બે ડમી ઉમેદવારો પોલીસની પકડમાંથી ભાગી ગયા હતા. બીજી તરફ, રાજસ્થાન શિક્ષણ વિભાગ દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શાળાના આચાર્ય રાજેન્દ્ર સિંહ ચૌહાણ સહિત 10 શિક્ષકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે ફલોદીના બ્લોક એજ્યુકેશન ઓફિસર કિશોર બોહરાએ જણાવ્યું હતું કે, ‘આ મુદ્દે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ત્રીજા ધોરણના 6 શિક્ષકો અને 1 લાયબ્રેરીયનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે આચાર્ય અને ગેરહાજર સુપરવાઈઝર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments