Lakhamandal Temple Uttarakhand: કહેવાય છે કે, જીવન અને મૃત્યુ બંને ભગવાનના હાથમાં છે. ઈશ્વરની ઈચ્છાની સામે કોઈનું કાઇ ચાલતુ નથી. જો ઈશ્વર ચાહે તો, તે મૃત્યુ પામેલા લોકોને પણ જીવિત કરી શકે છે. દહેરાદૂનથી લગભગ 128 કિમી દૂર લાખામંડલ સ્થાન પર સ્થિત ભગવાન શિવનું મંદિર આનું ઉત્તમ ઉદાહરણ છે.
આ મંદિર ક્યાં છે?
આ મંદિર ઉત્તરાખંડ રાજ્યના દેહરાદૂન જિલ્લામાં આવેલું છે, ચક્રરાતા નગરથી લગભગ 40-45 કિમી દૂર લાખામંડલ નામનું ગામ છે. આ ગામમાં ભગવાન શિવનું મંદિર છે. આ મંદિર લાખામંડલ શિવ મંદિરના નામથી પ્રખ્યાત છે. આ મંદિર તેની રહસ્યમય વાર્તાઓ અને અદ્ભુત સ્થાપત્ય માટે પ્રખ્યાત છે. અહીં ઘણી રહસ્યમય ગુફાઓ પણ તમને જોવા મળી જશે.
શું મંદિર મહાભારત કાળ સાથે સંબંધિત છે?
દરેક મંદિરનો પોતાનો એક ઇતિહાસ હોય છે. આ મંદિર મહાભારત કાળ સાથે જોડાયેલું છે. કહેવાય છે કે અહીં દુર્યોધને પાંડવોને જીવતા સળગાવવાનું કાવતરું ઘડ્યું હતું. દુર્યોધને પાંડવોને જીવતા સળગાવવા માટે જ અહીં લાક્ષાગૃહ બનાવ્યું હતું. આ લાક્ષાગૃહમાં પાંડવોને પણ રાખવામાં આવ્યા હતા, પરંતુ પાંડવો અહીંથી ભાગી ગયા હતા.
આ રીતે મંદિરનું નામ લાખામંડલ પડ્યું
લાખાનો અર્થ થાય છે લાખ અને મંડલ એટલે ગોળાકાર એટલે કે લિંગ. લાખામંડલનો અર્થ છે ‘લાખો શિવલિંગોનો સમૂહ’ અને ઘણા પ્રાચીન શિવલિંગો અહીં સ્થિત છે. એવું માનવામાં આવે છે કે, આ સ્થાન પર પાંડવોએ લાખો શિવલિંગની સ્થાપના કરી હતી. આ કારણે આ ગામનું નામ લાખામંડલ પડ્યું.
મંદિરની મુખ્ય વિશેષતાઓ
લાખામંડલ મંદિરનું સૌથી અદ્ભુત રહસ્ય એ છે કે, અહીં મૃત લોકોને જીવિત કરી શકાય છે. એવું કહેવાય છે કે જો કોઈ મૃત વ્યક્તિને અહીં લાવવામાં આવે છે અને મંદિરના પૂજારી દ્વારા વિશેષ પૂજા કરવામાં આવે છે, તો તે મૃત વ્યક્તિ ભગવાનનું નામ લેતા જીવીત થઈ જાય છે. આ પછી, પૂજારી મંત્રનો પાઠ કરે છે અને વ્યક્તિના મોંમાં ગંગા જળ રેડે છે, પછી વ્યક્તિ ફરીથી મૃત્યુ પામે છે અને તેની આત્મા મોક્ષ પ્રાપ્ત કરે છે.
અનોખુ શિવલિંગ
લાખામંડલ મંદિરમાં અનેક શિવલિંગ છે, પરંતુ એક શિવલિંગ ખૂબ જ વિશેષ છે. આ શિવલિંગ દ્વાપર અને ત્રેતાયુગથી સ્થિત છે. આ શિવલિંગ મંદિરની બહાર છે. જેને સુંદર રીતે કોતરવામાં આવ્યું છે. આ શિવલિંગમાં ભક્તો પોતાનો ચહેરો જોઈ શકે છે. આ શિવલિંગમાં તમારું મુખ જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ શિવલિંગના દર્શન કરવા માટે દૂર-દૂરથી ભક્તો આવે છે. એવું માનવામાં આવે છે કે, અહીં એક અદ્ભુત દંપતીની પ્રતિમા પણ છે, જેને પાંડવોએ સ્થાપિત કરી હોવાનું માનવામાં આવે છે.
ગુપ્ત દરવાજો
મંદિર પરિસરમાં એક ગુપ્ત દરવાજો પણ છે. આ દરવાજા વિશે કહેવાય છે કે, તે પાતાલ લોક સુધી લઇ જાય છે. આ દરવાજા વિશે ઘણી રહસ્યમય વાતો છે. આ કારણથી આ દરવાજો ભક્તો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.