વડોદરા,બકરાવાડીમાં ગઇકાલે પીસીબી પોલીસ રેડ પાડીને એક આરોપીને વિદેશી દારૃ સાથે ઝડપી પાડયો હતો. કુલ ૧૪.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ અકોટા પોલીસને સોંપવામાં આવી છે.
પીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે બકરાવાડી વિસ્તારમાં રેડ પાડીને ચિરાગ અમૃતભાઇ પરમાર ( રહે. ૧૮ ક્વાટર્સ, સાંઇબાબા મંદિર સામે, નવાપુરા) ેને દારૃના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. પોલીસે આરોપી પાસેથી દારૃની ૨,૩૯૯ બોટલ કિંમત રૃપિયા ૩.૩૫ લાખ, કાર, બે મોપેડ મળી કુલ રૃપિયા ૧૪.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આરોપી વિરલ મિસ્ત્રી, બંટી સોલંકી, સુનિલ પરમાર તથા ભાવિનને વોન્ટેડ જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગત તા.૨૩ – ૦૭ – ૨૦૨૩ ના રોજ બકરાવાડીમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે વિરલ મિસ્ત્રીનો જ ૧.૩૦ લાખનો દારૃ કબજે કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા. બકરાવાડી વિસ્તારમાં ચાલતા વિરલના દારૃના ધંધા અંગેે નવાપુરા પોલીસ કામગીરી કરતી નહતી. ગઇકાલે પકડાયેલા દારૃના કેસની તપાસ અકોટા પોલીસને સોંપવામાં આવી છે. ગઇકાલે પકડેલા આરોપીને કોર્ટમાં રજૂ કરતા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.