back to top
Homeમધ્ય ગુજરાતમકરપુરા જી.આઇ.ડી.સી.માં ઝાડ પર લટકતી લાશ મળી આવતા ચકચાર

મકરપુરા જી.આઇ.ડી.સી.માં ઝાડ પર લટકતી લાશ મળી આવતા ચકચાર

વડોદરા,મકરપુરા જી.આઇ.ડી.સી.માં આજે રાતે ેએક ઝાડ પર શ્રમજીવી જેવા દેખાતા યુવકની લટકતી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. બનાવના પગલે લોકો ટોળે વળ્યા હતા. માંજલપુર પોલીસે મૃતકની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે. જોકે, પ્રાથમિક તબક્કે યુવકે આપઘાત કર્યો હોવાનું જણાઇ આવે છે. જોકે, મોતનું કારણ જાણવા માટે મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આજે રાતે સવા આઠ વાગ્યે પોલીસ કંટ્રોલ રૃમમાં એક નાગરિકે કોલ કરીને જાણ કરી હતી  કે, મકરપુરા જી.આઇ.ડી.સી. લકી હોટલથી માંજલપુર પોલીસ સ્ટેશન તરફ જવાના રોડ પર લાલજી મૂળજી ટ્રાન્સપોર્ટ કંપની નજીક ઝાડ પર એક લાશ લટકે છે. જેની જાણ માંજલપુર પોલીસને કરવામાં આવતા માંજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે સ્થળ પર જઇને જોયું તો અંદાજે ૪૦ વર્ષના શ્રમજીવી જેવા દેખાતા યુવકની લાશ  ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં લટકતી હતી. યુવકે પ્લાસ્ટિકની દોરી વડે ઝાડ પર ફાંસો ખાઇ લીધો હોવાનું પ્રાથમિક રીતે જણાતું હતું. પોલીસે તેની લાશ નીચે ઉતારી હતી.

મૃતકના ખિસ્સામાંથી પર્સ કે મોબાઇલ ફોન કંઇ પણ મળ્યું નહતું. જેથી,તેની ઓળખ થઇ શકી નહતી. મૃતકે ભૂરા કલરનું જીન્સ તથા સફેદ કલરનું લાઇનિંગ વાળું શર્ટ પહેર્યુ હતું. તેના પગમાં એક જ ચપ્પલ હતો. બીજો ચપ્પલ નહતો.

મૃતકના ચહેરા પર છોલાઇ જવાથી લોહી નીકળવાના નિશાન

 વડોદરા,મૃતકના ચહેરા પર છોલાઇ જવાથી લોહી નીકળતા હોવાના નિશાન  હતા. પ્રાથમિક તબક્કે તો પોલીસનું કહેવું છે કે, મૃતકે ફાંસો ખાઇને આપઘાત કર્યો છે. તેણે ઝાડ પર દોરી બાંધવા માટે લોખંડના ટેબલનો ઉપયોગ કર્યો હોવાનું જણાઇ આવ્યું હતું. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે મૃતદેહને પી.એમ.માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments