અમદાવાદ,બુધવાર
મેઘાણીનગરમાં અગાઉની તકરારની અદાવત રાખીને મહિલાના ઘર પાસે પાર્ક કરેલા વાહનોની તથા ઘરમાં ઘૂસી ટીજી, ફ્રીજ, ઇલેકટ્રીક મીટર સહિત ચીજવસ્તુની તોડફોડ કરી હતી આ સમયે છોડવવા વચ્ચે પડતાં મહિલાની બહેનને પાઇપના ફટકા મારીને ગંભીર રીતે ઘાયલ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મેઘાણીનગર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હવે તું તકરારમાં વચ્ચે આવીશ તો માથામાં પાઇપ મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
મેઘાણીનગરમાં રહેતી મહિલાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં મેઘાણીનગરમાં રહેતા ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મંગળવારે રાત્રે તેઓ ઘરે હાજર હતા ત્યારે આરોપીઓએ અગાઉના ઝઘડાની અદાવત રાખીને ફરિયાદીના બહેનના ઘરે આવ્યા હતા અને ઘર નજીક પાર્ક કરેલા ટુ વ્હીલર વાહનોમાં તોડફોડ કરી રહ્યા હતા. જેથી ફરિયાદી મહિલા તેમને સમજાવવા ગયા હતા ત્યારે ચારેય આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને મહિલાને પગે લોખંડની પાઇપના ફટકા મારીને ઈજાગ્રસ્ત કર્યા હતા.
એટલુ જ નહીં ઘરમાં ઘૂસીને ટીવી, ફ્રીજ તથા ઇલેકટ્રીક મીટરની તોડફોડ કરી હતી. આ ઘટનાના પગલે આસપાસના લોકો ભેગા થઈ જતા આ ચારેય શખ્સોએ મહિલાને ધમકી આપી હતી કે, જો હવે પછી અમારા ઝઘડામાં વચ્ચે પડીશ તો તને પણ જાનથી મારી નાખીશું કહીને ફરાર થઈ ગયા હતા. જાગ્રસ્ત મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.