વડોદરા,વિશ્વામિત્રી વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષના વૃદ્ધાને ઝાડા ઉલટી થતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું.
શહેરમાં ગઇકાલે તા. ૧૬ મી એ ઝાડાના ૭૮ કેસ નોંધાયા હતા. જ્યારે મેલેરિયાના ૩ અને કોલેરાનો એક કેસ નોંધાયો હતો. તા. ૧૫ મી એ સોમવારે ઝાડાના ૧૩૪ કેસ હતા. મોટી દમણ મુલ્લા કોમ્પલેક્સમાં રહેતા ૬૫ વર્ષના ગીતાબેન એલિક્સભાઇ માઇકલ છેલ્લા છ વર્ષથી માંજલપુર રેલવે સ્ટેશન પાસે વિશ્વામિત્રી ધામ સોસાયટીમાં પતિ સાથે રહેતા હતા. ગત તા.૧૩ મી એ તેઓને ઝાડા ઉલટી થઇ જતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આજે સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે.