લાઠીના યુવાન સાથે વિચિત્ર છેતરપિંડી લોનના હપ્તા ન ભરાતા ફાઈનાન્સ કંપનીએ નોટિસ ફટકારતા કંટાળી ગયેલા નિર્દોષ મિત્રે આખરે પોલીસ ફરિયાદ કરી
અમરેલી, : લાઠીના એક વ્યક્તિ મિત્રના હાથે જ છેતરપીંડીનો ભોગ બન્યો હતો.મિત્રએ કાર લેવા માટે 4.38 લાખની લોન લેવડાવી અને ત્યાર બાદ હપ્તાઓ ન ભરી અને કાર પણ બારોબાર જાણ વગર જ બીજાને ગીરવી આપી દેવામાં આવી હતી.આ અંગે જાણ થતા મિત્રએ જ મિત્ર સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાની અમરેલી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ હતી.
લાઠી શહેરમાં આવેલ કલાપી પાર્ક વિસ્તારમાં કપિલા હનુમાનજી વાળી શહેરમાં રહેતા પરેશભાઈ કેશુભાઈ ભાસ્કર ઉમર- 35 નામના નોકરિયાત વ્યક્તિએ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી કે,તેના જુના ગામ હરીપરની બાજુમાં આવેલ ગામના મિત્ર કિરીટભાઈ ખુમાણ રહે.ઢાંગલા તા.લીલીયા સાથે મિત્રતાના નાતે તેના માટે કાર લેવા સારૂ ટાટા ફાઇનાન્સ ભાવનગર માંથી રૂ. 4.38 લાખી કાર લોન લડાવી હતી.જોકે તેના મિત્ર દ્વારા તેની જાણ બહાર જ અમરેલી શો રૂમમાં નોંધાવેલ કાર ટાટા ઝેસ્ટ ની ડિલિવરી લઈને આ હપ્તાઓને આજ દિન સુધી ન ભરી અને કાર બારોબાર રાજદીપભાઈ ધાંધલને ગીરવી આપી દીધેલ તેમજ બીજાને કાર વેચી દઈને તેની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે,પરેશભાઈના મિત્ર એ કહેલ કે મારે લોન થયા તેમ નથી જેથી તમે નોકરિયાત છો.જેથી તમારા નામે લોન થઇ જશે જેથી વિશ્વાસ કરી ને લોન કરી હતી અને ત્યાર બાદ મિત્ર દ્વારા ૧.૫ લાખમાં ગાડી ગીરવે મૂકી અને ત્યાર બાદ લોનના હપતા પણ ન ચુકવતા ફાઇનાન્સ દ્વારા ગાડી પાછી ખેંચવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી અને ફાઇનાન્સ વાળા રિકવરી કરવા માટે આવતા તેમને પણ થાય એ કરી લો તેવો જવાબ કિરીટભાઈ દ્વારા આપવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જેથી પેનલ્ટી સાથે ૬.૫૦ લાખ જેવી રકમ થઇ ચુકી છે અને પરેશભાઈ ભરી શકે એમ ન હોવાને કારણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ ઉપરાંત આજ દિન સુધી ગાડીના આરટીઓમાં રજીસ્ટ્રેશન પણ કરાવવામાં આવેલ નથી.
આ બનાવને લઈને અમરેલી પોલીસ મથક ખાતે એક મિત્રએ બીજા મિત્ર પર મુકેલ આંધળો વિશ્વાસ છેતરપીંડીમાં પરિણમ્યો હોય તેવી ઘટના પોલીસ ફરિયાદમાં જોવા મળ્યું હતું.તેવામાં આ અંગે અમરેલી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.