રેલવેની કામગીરીને પગલે પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામામાં અગાઉ તા.૧૦ થી ૧૫ સુધી બ્રિજ નો વાહનવ્યવહાર ડાઇવર્ટ કરાયો હતો.પરંતુ હવે આ કામગીરી લંબાતા તા.૧૮ થી ૨૪ જુલાઇ સુધી વાહનવ્યવહાર ડાઇવર્ટ કરવામાં આવ્યો છે.
જેમાં મધુનગર બ્રિજ થી છાણી તરફ જવાના વાહનો મધુનગર ચારરસ્તાથી ગોરવા બાપુની દરગાહ ત્રણ રસ્તા,અમરકાર ત્રણ રસ્તા ગેંડા સર્કલ,પંડયા બ્રિજ ફતેગંજ સર્કલથી નિઝામપુરા ધરમપુરી સર્કલ થી જમણી બાજુ ચિસ્તીયા નગર થી ડાબી બાજુ થઇ નવાયાર્ડ ફુલવાડી તરફ અવર જવર કરી શકશે.
જ્યારે,નવાયાર્ડ ફુલવાડી ચાર રસ્તાથી ફતેગંજ સર્કલ અને છાણી જકાતનાકા સર્કલ તરફ જતા વાહનો ચિશ્તીયા નગર ત્રણ રસ્તાથી જમણી બાજુ,ફતેગંજ પોલીસ સ્ટેશન, પંડયા બ્રિજ નીચેથી જઇ શકશે.આવી જ રીતે ફુલવાડી ચાર રસ્તાથી ચિસ્તીયાનગર ત્રણ રસ્તા થી ડાબી બાજુ થઇ છાણી જકાત નાકા સર્કલ તરફ જઇ શકશે.