back to top
Homeભારતશંભૂ બોર્ડર ખોલવાની ડેડલાઈન સમાપ્ત: ખેડૂતો કરશે દિલ્હી કૂચ, 15 ઓગસ્ટે દેશભરમાં...

શંભૂ બોર્ડર ખોલવાની ડેડલાઈન સમાપ્ત: ખેડૂતો કરશે દિલ્હી કૂચ, 15 ઓગસ્ટે દેશભરમાં ટ્રેક્ટર માર્ચ

Kisan Andolan Update : પંજાબ-હરિયાણાના શંભૂ બોર્ડર ખોલવાના હાઈકોર્ટના આદેશની ડેડલાઈન આજે સમાપ્ત થઈ રહી છે. સરકાર દ્વારા હજું સુધી બોર્ડર ખેલવાની કોઈ પહેલ કરવામાં નથી આવી. હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ હરિયાણા સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી છે. 

બીજી તરફ ફેબ્રુઆરીથી અડગ ખેડૂતોએ હાઈકોર્ટના આદેશ બાદ દિલ્હી કૂચનું એલાન કરી દીધું છે. સંયુક્ત કિસાન મોરચાના બિનરાજકીય સભ્ય જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે અમે શંભુ બોર્ડર ખુલતાની સાથે જ તેઓ દિલ્હી કૂચ કરશે. 15મી ઓગસ્ટે ટ્રેક્ટર માર્ચ કરવાનો પણ નિર્ણય લીધો છે. આ ટ્રેક્ટર માર્ચ દેશભરમાં કાઢવામાં આવશે.

આજે અંબાલા એસપી ઓફિસનો ઘેરાવ ટળ્યો

ખેડૂત આંદોલન દરમિયાન વોટર કેનન બોયના નામથી પ્રખ્યાત થયેલા નવદીપ જલબેડાને પંજાબ-હરિયાણા હાઈકોર્ટથી નિયમિત જામીન મળ્યા ખેડૂત નેતાઓએ બુધવારે અંબાલા એસપી કાર્યાલયના ઘેરાવનો નિર્ણય ટાળી દીધો છે. 

દલ્લેવાલે જણાવ્યું કે અમારી પાસે છ મહિનાનું રાશન છે. તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે અમને દિલ્હીના જંતર-મંતર અથવા રામલીલા મેદાનમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની મંજૂરી આપવી જોઈએ. જો સરકાર અમને રસ્તામાં ક્યાંય પણ રોકવાનો પ્રયાસ કરશે તો અમે ત્યાં જ વિરોધ શરૂ કરી દઈશું. તેની જવાબદારી સંપૂર્ણ રીતે સરકારની રહેશે.

દલ્લેવાલે કહ્યું કે અમે આ કૂચ ટ્રેક્ટર ટ્રોલી સાથે કરીશું કારણ કે વરસાદ, ગરમી અને ઠંડીથી બચવા માટે અમારી પાસે એકમાત્ર વિકલ્પ ટ્રોલી જ છે. તેમણે કહ્યું કે અમે કેન્દ્ર સરકાર પાસે કોઈ માગ નથી કરી રહ્યા, પરંતુ માત્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વચનો પૂરા કરવા માટે આંદોલન કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, સરકાર સરહદ ખોલવા તૈયાર નથી. હરિયાણા સરકાર દ્વારા રસ્તો ન ખોલવા પર વેપારીઓએ પણ ખેડૂતોને સમર્થન આપવું જોઈએ અને ભાજપ વિરુદ્ધ આંદોલન કરવું જોઈએ. 300 મીટર પંજાબ તરફ બોર્ડરનો એરિયો પડે છે, તેથી બોર્ડર ખોલવાનો આદેશ પંજાબ સરકાર માટે પણ છે. 

હરિયાણાના પોલીસ અધિકારીઓને તપાસ સોંપવી યોગ્ય નથી

દલ્લેવાલે કહ્યું કે, શુભકરણના શોટ ગનથી મોત પર હરિયાણા ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હરિયાણા પોલીસ પણ શોટ ગનનો ઉપયોગ કરતી આવી છે. સમગ્ર કેસમાં આરોપીઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શુભકરણની હત્યાની તપાસ હરિયાણા પોલીસ અધિકારીઓને સોંપવી યોગ્ય નથી, કારણ કે આરોપો ખુદ હરિયાણા પોલીસ અધિકારીઓ પર જ છે. જો આરોપીઓ જ તપાસ કરશે તો ન્યાય મળવાની આશા નહિવત છે. હરિયાણા સરકાર પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં જઈને શુભકરણની હત્યાની સ્વતંત્ર તપાસનો વિરોધ કરી ચૂકી છે, જેનાથી તેમનો ઈરાદો સ્પષ્ટ થઈ ગયો હતો તેથી તપાસના મુદ્દે હરિયાણા પોલીસ પર વિશ્વાસ ન કરી શકીએ. 

22 જુલાઈના રોજ દિલ્હીમાં સમ્મેલન થશે

સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચાનું સંયુક્ત સંમેલન નવી દિલ્હીમાં 22 જુલાઈના રોજ થશે. બંને મોરચાઓએ રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિત તમામ વિપક્ષી નેતાઓને મુલાકાત માટે પત્રો લખ્યા છે અને તેમની સાથે મુલાકાત કરીને સંસદના આગામી સત્રમાં MSP ગેરંટી સહિત ખેડૂતોની તમામ માંગણીઓ પર પ્રાઈવેટ બિલ લાવવાની માગ કરવામાં આવશે. આગામી દિવસોમાં બંને મોરચાના અધિકારીઓ હરિયાણામાં ઘરે-ઘરે જઈને ખેડૂતો અને મજૂરોને જાગૃત કરશે. હરિયાણામાં 15 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સ્તરની કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે, જેમાં લાખો ખેડૂતો સામેલ થશે. 

અંબાલામાં કલમ 163 લાગુ

અંબાલાના જિલ્લાના ડેપ્યુટી કમિશનર ડૉ. શાલીને જિલ્લામાં ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ 163 લાગુ કરી છે. આ આદેશો હેઠળ પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. એસપી કાર્યાલયના 200 મીટરની અંદર ભીડ એકઠી થઈ શકશે નહીં. આ આદેશો 17 જુલાઈથી આગામી બે મહિના સુધી અમલમાં રહેશે.

હરિયાણાની અરજી પર સુપ્રીમ કોર્ટ 22 જુલાઈના રોજ કરશે સુનાવણી

શંભૂ બોર્ડર ખોલવાના પંજાબ-હરિયાણા હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ હરિયાણા સરકારની સ્પેશિયલ લીવ પિટિશન (એસએલપી) પર સુપ્રીમ કોર્ટ 22 જુલાઈના રોજ સુનાવણી કરશે. સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટને ઝડપી સુનાવણી કરવાની માગ કરી હતી. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments