શરાબની ૩૩૬ બોટલ અને ત્રણ મોબાઈલ ફોન સહીત કુલ ૧.૮૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
ગાંધીધામ: ભચાઉનાં સામખિયાળીમાં પાણીનાં ટાંકા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાન પર પોલીસે દરોડો પાડી ત્રણમાંથી એક શખ્સને વિદેશી શરાબની કુલ ૩૩૬ બોટલ સાથે ઝડપી પાડયો હતો. શખ્સ પાસે શરાબ સાથે ત્રણ મોબાઈલ ફોન સહીત કુલ ૧.૮૭ નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.જ્યારે બે શખ્સો હાજર મળ્યા ન હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર પૂર્વ કચ્છ એલ. બી. બી ની ટીમને બાતમી મળી હતી કે, આરોપી ઘનશ્યામસિંહ રામસંગસિંહ રાજપુત પોતાના સામખિયાળી પાણીનાં ટાંકા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં વિદેશી શરાબનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. જે બાતમી આધારે સ્થાનિક પોલીસને ઊંઘતુ રાખી પૂર્વ કચ્છ એલ. સી. બી ની ટીમે રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે આરોપી ઘનશ્યામસિંહને ભારતીય બનાવટની વિદેશી શરાબની અલગ અલગ બ્રાન્ડની કુલ ૩૩૬ બોટલ જેની કિંમત રૂ. ૧,૧૭,૬૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. આરોપી પાસે કુલ ત્રણ મોબાઈલ ફોન સહીત કુલ રૂ. ૧,૮૭,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે બે આરોપી પ્રભુ જીવા આહીર અને વાલજી આહીર (રહે. સામખિયાળી) પોલીસને હાથ આવ્યા ન હતા. જેથી પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ બે આરોપીને ઝડપી પાડવા પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા.