– ખાનગી શાળા જેવી આધુનિક સરકારી પ્રાથમિક શાળા
– ચાલુ વર્ષે બાલવાટિકામાં 96, અન્ય શાળામાંથી 35 અને ખાનગી શાળા છોડીને આવેલા 21 બાળકોનું નામાંકન કરાયું
આણંદ જિલ્લાની સૌથી વધુ સંખ્યા ધરાવતી આ પ્રાથમિક શાળામાં કુલ 898 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ધો.1 થી 8 માં દરેક ધોરણમાં 3-3 વર્ગો ચાલે છે.
પ્રાથમિક શાળામાં કુલ ૨૫ વર્ગખંડોમાં ૨૬ શિક્ષકો શિક્ષણનું ભાથુ પીરસી રહ્યા છે. ૨૫ વર્ગખંડો પૈકી ૧૫ વર્ગખંડો સ્માર્ટક્લાસની સુવિધા ધરાવે છે. કુદરતી વાતાવરણ ધરાવતી આ શાળામાં કમ્પાઉન્ડ વોલ, ઈનડોર-આઉટડોર રમત-ગમત જેવી કે, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, બોક્સીંગ જેવી સુવિધા સાથે સુવિધાઓ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે.
ઉપરાંત ૩૦ કોમ્પ્યુટર સાથેની લેબ, પુસ્તકાલયની અલાયદી વ્યવસ્થા જેમાં ૨,૦૦૦થી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે. કન્યાઓ માટે સેનેટરી પેડ માટેનું વેન્ડીંગ અને ઈન્સીલેટર મશીનની પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે. શાળામાં બાળકોની સલામતી માટે ૩૦ સીસીટીવી કેમેરા અને ફાયર સેફ્ટીની અદ્યતન સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે.
ગુણોત્સવમાં છેલ્લા ત્રણ વર્ષથી એ-ગ્રેડ ધરાવતી આ શાળામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિશેષ તૈયારીઓ પણ કરાવવામાં આવે છે. જેમાં સીઈટી અને જ્ઞાાનસાધના, નવોદય અને એનએમએમએસની પરીક્ષાઓમાં છેલ્લા ત્રણ વર્ષથી આ શાળાના સૌથી વધુ વિદ્યાર્થીઓ મેરીટમાં આવે છે. આ શાળામાં ૧૮ એલસીડી પ્રોજેક્ટર સુવિધા ઉપલબ્ધ છે. તેમજ શાળા બાળસાંસદ, જ્ઞાનકુંજ, જ્ઞાનસંગમ જેવી પહેલમાં કામગીરી કરે છે.