back to top
Homeસ્પોર્ટ્સહાર્દિક પંડ્યા સાથે ડિવોર્સની અફવાઓ વચ્ચે નતાશાએ પુત્ર સાથે મુંબઈ છોડ્યું, એરપોર્ટ...

હાર્દિક પંડ્યા સાથે ડિવોર્સની અફવાઓ વચ્ચે નતાશાએ પુત્ર સાથે મુંબઈ છોડ્યું, એરપોર્ટ પર દેખાઈ

Natasa Stankovic flies out of Mumbai with son: ક્રિકેટર હાર્દિક પંડ્યાની પર્સનલ લાઈફ ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ તેની પત્નિ નતાશા સ્તાંકોવિકની સાથે લગ્નજીવનમાં ખટપટ થઈ રહી હોવાની અટકળોએ જોર પકડ્યું છે. આ અફવા ત્યારે વેગવાન બની જ્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતી અને હાર્દિક પંડ્યાના આકર્ષક પર્ફોર્મન્સના સૌ કોઈએ વખાણ કર્યા, સિવાય તેની પત્નિએ…વધુમાં ઘણા કાર્યક્રમોમાં બંને સાથે દેખાયા ન હતા.

હાલમાં નતાશા એરપોર્ટ પર તેના દિકરા અગસ્ત્ય સાથે દેખાતાં તે ક્યાં જઈ રહી છે, તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અમુક લોકો કહી રહ્યા છે કે, તેણે હાર્દિક પંડ્યાનું ઘર છોડી પોતાના દિકરા સાથે પોતાના વતન પરત જઈ રહી છે. આ અંગે અપડેટ આપતાં અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અમુક તસવીરો અપલોડ કરી હતી. જેમાં પ્રથમ તસવીરમાં એક સૂટકેસનો ફોટો મૂકી કેપ્શન લખી હતી કે, આ વર્ષનો તે સમય છે, બંને સરબિયા જઈ રહ્યા છે. બીજા ફોટોમાં તે ડ્રાઈવર સીટ પર બેઠી હતી, અને તેની સાથે તેના પાલતૂ કૂતરો જોવા મળ્યો છે. તેની સાથે તેણે હાર્ટ ઈમોજી શેર કરી છે.

મુંબઈ એરપોર્ટ પર નતાશા વ્હાઈટ ટોપ અને જેકેટ સાથે બ્લેક પેન્ટ અને શૂઝમાં પુત્ર અગસ્ત્ય સાથે જોવા મળી હતી. નતાશાએ હાર્દિક પંડ્યાને 2020માં દુબઈમાં પ્રપોઝ કર્યો હતો. બાદમાં 31 મે, 2020માં લોકડાઉનમાં લગ્ન થયા હતા. 30 જુલાઈના રોજ પુત્ર અગસ્ત્યનો જન્મ થયો હતો.


 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments