Image Source: Twitter
Gautam Gambhir shared emotional post for KKR: ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીરે KKR માટે ફેરવેલ પર ઈમોશનલ વીડિયો શેર કર્યો. IPL 2024ની સિઝન પહેલા ગંભીરને કોલકાતા નાઈટ રાઈડર્સનો મેન્ટોર બનાવવમાં આવ્યો હતો. ટીમ ત્રીજી વખત ખિતાબ જીતવામાં સફળ રહી છે. આ પહેલા બે વખત ટીમ ગંભીરની કેપ્ટનશીપ હેઠળ ચેમ્પિયન બની છે.
2012 અને 2014માં ગૌતમ ગંભીરની કેપ્ટનશીપ હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ ટ્રોફી જીતવામાં સફળ રહી હતી. ભારતીય ટીમના કોચ બન્યા બાદ ગૌતમ ગંભીર અને કોલકાતા નાઈટ રાઈડર્સના રસ્તા અલગ થઈ ગયા છે. આવી સ્થિતિમાં ગંભીરે KKR માટે ઈમોશનલ વીડિયો પોસ્ટ કર્યો છે.
Come Kolkata, let’s create some new legacies @KKRiders @iamsrk @indiancricketteam
Dedicated to Kolkata and KKR fans…
Special thanks to Cricket Association of Bengal @cabcricket @kkriders
Directed by:
@pankyyyyyyyyyyyy
DOP: @Rhitambhattacharya
Written by:
Dinesh Chopra… pic.twitter.com/vMcUjalOLj
— Gautam Gambhir (@GautamGambhir) July 16, 2024
હું કોલકાતા છું
વીડિયોમાં ગંભીરનો વોઈસઓવર સાંભળી શકાય છે. વીડિયોમાં તે કહી રહ્યો છે કે, જ્યારે તમે હસો છો ત્યારે હું હસુ છું, જ્યારે તમે રડો છો ત્યારે હું રડુ છું, જ્યારે તમે જીત મેળવો છો ત્યારે હું જીતુ છું, જ્યારે તમે હારો છો ત્યારે હું હારી જાઉં છું. હું તમારા પર વિશ્વાસ કરું છું અને હું તમારા જેવો બની ગયો છું. હું કોલકાતા છું. હું તમારામાંથી જ એક છું.
ગંભીરે આગળ કહ્યું કે, આપણે એક બોન્ડ છીએ, એક કહાની, એક ટીમ છીએ. હવે સમય આવી ગયો છે કે, આપણે સાથે મળીને વારસો બનાવીએ. મોટી અને સાહસિક સ્ક્રિપ્ટ લખીએ. આ સ્ક્રિપ્ટ જાંબલી શાહીમાં નહી પરંતુ વાદળી રંગમાં ભારતના અનમોલ રંગમાં લખીશું. આપણે એક-બીજાને વચન આપીએ છીએ કે, આપણે ક્યારેય એકલા નહીં ચાલીશું. તિરંગા માટે ખભાથી ખભો મિલાવીને, હાથમાં હાથ નાખીને ચાલીશું. આ બધું આપણા ભારત માટે હશે.