back to top
Homeપ્રાઈમ ન્યૂઝVIDEO: મુંબઈ એરપોર્ટ પર 600 હેન્ડીમેનની ભરતી સામે 25 હજારની અરજી, નાસભાગ...

VIDEO: મુંબઈ એરપોર્ટ પર 600 હેન્ડીમેનની ભરતી સામે 25 હજારની અરજી, નાસભાગ સર્જાઈ

Unemployment In India: દેશમાં બેરોજગારીની સ્થિતિનો વધુ એક પુરાવો જોવા મળ્યો છે. એરપોર્ટ લોડર્સની ભરતી માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડતાં નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાતના ભરૂચ બાદ મુંબઈના કલિના વિસ્તારમાં એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસિઝ લિ. દ્વારા આયોજિત વોક-ઈન ઈન્ટરવ્યૂમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડતાં વ્યવસ્થા ખોરવાઈ હતી.

ઈન્ટરવ્યૂ માટે પહેલાં જવાની હોડમાં યુવાનોએ ધક્કામુક્કી કરતાં અફરાતફરી મચી હતી. એરપોર્ટ લોડર્સ અર્થાત હેન્ડીમેન એરપોર્ટ પર જાળવણી અને સમારકામનું કામ કરે છે. જેના ફોર્મ કાઉન્ટર પર જ ફોર્મ લેવા પડાપડી થઈ હતી. અરજદારો કલાકો સુધી ફૂડ અને પાણી વિના પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા હતા.

બેરોજગારીની વરવી વાસ્તવિકતા, અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાં નોકરી માટે યુવાનોની પડાપડી

એરપોર્ટ લોડર્સના 600 પદ માટે 25000થી વધુ અરજી 

એરપોર્ટ લોડર્સ પર 600 પદ માટે 25000થી પણ વધુ અરજી થઈ હતી. આ પદનું પગાર ધોરણ 20000-25000 હતું. જો કે, ઓવરટાઈમ અલાઉન્સ સાથે રૂ. 30000 પ્રતિ માસ છે. શૈક્ષણિક લાયકાત સામાન્ય હતી. બસ, ઉમેદવાર શારીરિક રીતે સક્ષમ હોવો જરૂરી હતો.

હેન્ડીમેનની પોસ્ટ માટે 400 કિમી દૂરથી ઈન્ટરવ્યૂ માટે આવ્યા

બુલધાણા જિલ્લાનો પ્રથમેશ્વર હેન્ડીમેનના ઈન્ટરવ્યૂ માટે 400 કિમી દૂરથી આવ્યો હતો. જેને રૂ. 22500નો પગાર ઓફર કરવામાં આવ્યો હતો. પ્રથમેશ્વર બીબીએનો વિદ્યાર્થી છે. જેને પાસે કોઈ રોજગાર ન હોવાથી તે આ પોસ્ટ માટે ઈન્ટરવ્યૂ આપવા આવ્યો હતો. તેણે સરકારને નોકરીની વધુ તકોનું સર્જન કરવા અપીલ કરી હતી.

યુવાનો માત્ર કામની શોધમાં

બી.એ.ની ડિગ્રી ધરાવતો યુવાન જાણતો પણ ન હતો કે, હેન્ડીમેન શું કામ કરે છે, પરંતુ તેની પાસે કોઈ નોકરી ન હોવાથી તેને માત્ર કામ જોઈતું હતું. અન્ય એક ઉમેદવાર રાજસ્થાનના અલવરથી મુંબઈ આવ્યો હતો. જે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યો છે, તેનો પોતાનો ખર્ચો ઉઠાવવા માટે આ ઈન્ટરવ્યૂ આપવા આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી આ પ્રકારની ઘટના બની રહી છે. હાલમાં જ ગુજરાતના ભરૂચમાં અંક્લેશ્વર સ્થિત હોટલમાં નોકરી માટે ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અરજદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઈન્ટરવ્યૂ માટે એકત્રિત ભીડમાં નાસભાગ મચી હતી.

ભાજપના સાંસદે ઓપન ઈન્ટરવ્યૂને વખોડ્યું

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભરૂચમાં ખાલી પડેલી માત્ર 10 નોકરી માટે ઓપન ઈન્ટરવ્યૂનું આયોજન કરવા બદલ ખાનગી કંપનીને વખોડી હતી. તેમણે કહ્યું કે, ખાનગી કંપનીઓને ઓછી જગા માટે ઈન્ટરવ્યૂ લેવા યોગ્ય માપદંડો નક્કી કરવા જોઈએ. તેમજ ઓનલાઈન અરજી મગાવી તેમાંથી પસંદગીના ઉમેદવારોને જ ઈન્ટરવ્યૂ માટે બોલાવવા જોઈએ. આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોને નોકરી માટે બોલાવતા પહેલાં યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે. 


 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments