ભીમાસરની સીમમાં જ અમદાવાદના આધેડનો મૃતદેહ મળી આવ્યો
ગાંધીધામ: અંજાર તાલુકાના ભીમાસર પાસે ચાલુ ટ્રેનમાંથી કુદકો મારતા બિહારના પ્રવાસીનું મોત થયું હતું. તો બીજી બાજુ ભીમાસર નજીક જ અમદાવાદના આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ અંગે અંજાર પોલીસ સ્ટેશનેથી મળેલી માહિતી મુજબ ભીમાસર ગામે આવેલી સોમનાથ કંપનીમાં રહેતા અને ત્યાં જ કામ કરતા મૂળ બિહારના પ્રવાસીનું મોત થયુ હતું. હતભાગી ૨૮ વષય રાજેશ મોહન પાસવાન ગાંધીધામથી ટ્રેન નંબર ૦૯૪૦૭ વિકલી ટ્રેન ગાંધીધામ ગોરખપુરમાં ટિકિટ લઈને પેસેન્જર તરીકે બેઠો અને કોઈ અગમ્ય કારણોસર ભીમાસર રેલવે ફાટકથી આગળ ચાલુ ટ્રેનમાંથી કુદકો મારતા અન્ય ટ્રેનના પાટામાં આવી જતા મોત થયું હતું.તો બીજી તરફ પીએસએલ કંપની સામે યશોદાધામ જતા રોડની બાજુમાં ભીમાસર સીમમાં આધેડની લાશ મળી આવી હતી. અમદાવાદના ૪૫થી ૫૦ વર્ષના થોમસ સેમસંગ હેરીસનનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.