back to top
Homeમનોરંજનઅચાનક તબિયત બગડતા જ્હાન્વી કપુર હોસ્પિટલમાં દાખલ, બોની કપૂરે આપી અપડેટ

અચાનક તબિયત બગડતા જ્હાન્વી કપુર હોસ્પિટલમાં દાખલ, બોની કપૂરે આપી અપડેટ

Janhvi Kapoor Hospitalized: બોલિવુડ અભિનેત્રી જ્હાન્વી કપુરને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે અભિનેત્રીની અચાનક તબિયત બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્હાન્વી કપૂરને ફૂડ પોઈઝનિંગ થયું હતું. જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામા આવી હતી. આ સમાચાર સાંભળતા જ તેના ચાહકોમાં ચિંતા વ્યાપી ગઈ છે, અને અભિનેત્રી જલ્દી સ્વસ્થ થઈ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

બોની કપૂરે આપી હેલ્થ અપડેટ

જ્હાન્વી કપૂરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી તે સમાચારની પુષ્ટિ તેના પિતા અને ફિલ્મ નિર્માતા બોની કપૂરે કરી હતી. મીડિયા સાથે વાત કરતાં બોની કપૂરે કહ્યું કે, તેને 1-2 દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે. બોની કપૂરના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે, અભિનેત્રીની તબિયત વધારે ખરાબ થઈ હતી, જેના કારણે તેને વધુ એક કે બે દિવસ હોસ્પિટલમાં દાખલ રહેવું પડશે.

અનંત-રાધિકાના લગ્નના દરેક ફંક્શનમાં આપી હતી હાજરી 

આ પહેલા જ્હાન્વી કપૂર તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના દરેક ફંક્શનમાં જોવા મળી હતી. જેમાં જ્હાન્વી એક એકથી ચડિયાતાં વિવિધ પ્રકારના લહેંગા, ચોલી અને ડિઝાઈનર કપડામાં જોવા મળી હતી. આટલું જ નહીં તેનો બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ તેની સાથે દરેક ફંક્શનમાં જોવા મળતો હતો. અભિનેત્રીએ આ લગ્નને ખૂબ એન્જોય કર્યા હતા અને ખૂબ જ મસ્તી પણ કરી હતી. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments