back to top
Homeપ્રાઈમ ન્યૂઝઉત્તરાખંડના નારકોટામાં બની રહેલો સિગ્નેચર બ્રિજ ફરી તૂટ્યો, આ પુલ ચારધામ યાત્રા...

ઉત્તરાખંડના નારકોટામાં બની રહેલો સિગ્નેચર બ્રિજ ફરી તૂટ્યો, આ પુલ ચારધામ યાત્રા માટે ખૂબ જ મહત્ત્વનો

Image Social Media

Again Collapsed Signature Bridge:  ઉત્તરાખંડના રુદ્રપ્રયાગના નારકોટામાં બની રહેલો રાજ્યનો પહેલો સિગ્નેચર બ્રિજ ફરીથી ધરાશાયી થયો છે. ગુરુવારે આ નિર્માણાધીન બ્રિજનો એક ભાગ સંપૂર્ણપણે ધરાશાયી થયો હતો. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈને ઈજા થયાના સમાચાર નથી. આ પહેલા 20 જુલાઈ 2022ના રોજ પણ સિગ્નેચર બ્રિજ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા. ચારધામ યાત્રાની માટે આ પુલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવતો હતો.

110 મીટર લાંબો પુલ બનાવવાની છે દરખાસ્ત

આ બ્રિજ 65 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. આ પુલની કુલ લંબાઈ 110 મીટર અને ઉંચાઈ લગભગ 40 મીટર છે. એવુ કહેવામાં આવી રહ્યું છે કે, આ પુલના જે ભાગમાં દુર્ઘટના થઈ હતી, ત્યા થોડા સમય પહેલા જ તેનું એલાઈમેન્ટ બદલવામાં આવ્યુ હતું.

દુર્ઘટનાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી

જે જગ્યા પર આ દુર્ઘટના થઈ તેને લઈને લોકોએ અગાઉ પણ તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, આ જગ્યાએ માટી છે, જે કોઈપણ સમયે ધરાશાયી થઈ શકે છે. અને ગ્રામજનોએ આ અંગે નારાજગી પણ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત અધિકારીઓ સમક્ષ પણ ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ કોઈએ આ વાતને ગંભીરતાથી ન લીધી. 

પુલની ગોઠવણી બદલવામાં આવી હતી…

અત્રે નોંધનીય છે કે, આ પુલ NHAI ની દેખરેખ હેઠળ બનાવવામાં આવી રહ્યો છે. જે કંપનીને આ બ્રિજ બનાવવાનું કામ સોપવામાં આવ્યું છે, તે જ કંપની સિરોબાગઢ બ્રિજ પણ બનાવી રહી છે, અને તેમાં પણ અલાઈનમેન્ટ અંગે પણ ફરિયાદો ઉઠી ચુકી છે. નારકોટા બ્રિજના એલાઈનમેન્ટને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

The first signature bridge was constructed with cost of around 76 cr collapse. No one injured as last reported. pic.twitter.com/NZiSmaGBk0

— Arvind Bhardwaj (@arvind2003) July 18, 2024

ચારધામ યાત્રા માટે આ પુલ અતિ મહત્ત્વનો હતો

110 મીટર લાંબા આ પુલની ઉંચાઈ અંદાજે 40 મીટર છે. આ પુલ ઓલ-વેધર રોડ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહ્યો છે. રેલ્વેએ નરકોટામાં NH ના મોટા ભાગને અધિકૃત કર્યો છે. તેમજ ઉત્તરાખંડમાં આ પહેલો ધુમાવદાર પુલ બની રહ્યો છે. ભારે ભરખમ મશીનો દ્વારા આ બ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પુલ બનવાથી મુસાફરોનો સમય પણ ઘણો બચશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments