back to top
Homeભારતકુપવાડા એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ઠાર, ડોડામાં પણ ઓપરેશન ચાલુ

કુપવાડા એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ઠાર, ડોડામાં પણ ઓપરેશન ચાલુ

Encounter in Kupwara: ગુરુવારે જમ્મુ કાશ્મીરના કુપવાડાના કેરન સેક્ટરમાં સરહદી વિસ્તારમાં LOC પાસે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. આર્મીના 6 રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસના SOG જવાનોએ આ ઓપરેશનનો ચાર્જ સંભાળ્યો હતો. અહીં જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યા છે.

હવામાન સુરક્ષા દળો માટે પડકારજનક 

ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં હવામાન બગડ્યું હતું. અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તેમજ વાદળછાયું વાતાવરણ છે. જેના કારણે ડુંગરાળ વિસ્તારો ધુમ્મસથી ઘેરાયેલા છે. આ હવામાન પણ સુરક્ષા દળો માટે એક પડકાર છે. 

ચાર દિવસમાં ડોડામાં આ ત્રીજું એન્કાઉન્ટર

ડોડામાં પણ સોમવારથી આતંકીઓને શોધીને તેનું એન્કાઉન્ટર કરવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. પ્રતિકૂળ હવામાન વચ્ચે સમયાંતરે ગોળીબાર પણ થઈ રહ્યો છે. ચાર દિવસમાં ડોડામાં આ ત્રીજું એન્કાઉન્ટર છે, પરંતુ સુરક્ષા દળોને હજુ સુધી સફળતા મળી નથી. 

ગાઢ જંગલો, ઉંચા પહાડો અને ખરાબ હવામાન સુરક્ષા દળો માટે એક પડકાર છે, પરંતુ સૈનિકો અડગ ઊભા છે. રામબન-ડોડા રેન્જના ડીઆઈજી શ્રીધર પાટીલે જણાવ્યું કે ઓપરેશન હજુ ચાલુ છે. તે ટૂંક સમયમાં પૂર્ણ થશે.

આ પણ વાંચો: નાયડુએ મોદી સરકાર પાસે કરી ફરી 3 માગ! 10 દિવસમાં બે વાર દિલ્હીની મુલાકાતથી તર્કવિતર્ક

#WATCH | J&K: Two Indian Army soldiers injured in an encounter with terrorists in Kastigarh area of Doda. The search operation is underway.

DIG Ramban-Doda Range, Shridhar Patil says, “…I cannot share much details as our search operation is still underway. We will succeed in… pic.twitter.com/eI6jEgDGBK

— ANI (@ANI) July 18, 2024

એન્કાઉન્ટરમાં બે જવાન ઘાયલ 

ડોડાના કાસ્તીગઢ વિસ્તારમાં સવારે 2 વાગ્યાની આસપાસ થયેલા એન્કાઉન્ટરમાં બે જવાન ઘાયલ થયા છે. સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેને કમાન્ડ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. અધિકારીના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments