Women’s Asia Cup T20 2024: ક્રિકેટની દુનિયાની બે દિગ્ગજ ટીમ ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે આવતીકાલે T20 એશિયા કપ 2024નો મેચ શ્રીલંકાના દામ્બુલા ખાતે રમાશે. ભારતીય સમય અનુસાર મેચ સાંજે 6:30 કલાકે શરુ થશે.
ભારતે કુલ 17 T20 મેચ પાકિસ્તાન સામે રમી છે જેમાં જીત અને હારનો રેકોર્ડ 10-5 રહ્યો છે. અગાઉ પાકિસ્તાને ફાઇનલમાં શ્રીલંકાને 19 રનથી હરાવીને હાંગઝોઉમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે આ વખતે ભારતની તુલનામાં પાકિસ્તાને વધુ T20I ક્રિકેટ મેચ રમી છે. જેમાં પાકિસ્તાને 19માંથી 7 મેચ જીતી છે. અને 12 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એશિયન ગેમ્સ પહેલા તેમણે ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં 3-0થી જીત મેળવી હતી.
એશિયન ગેમ્સમાં પાકિસ્તાની ટીમ સેમીફાઈનલમાં પહોંચી હતી, પરંતુ શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ટીમ બ્રોન્ઝ મેડલ પ્લેઓફ મેચમાં બાંગ્લાદેશ સામે હારી ગઈ હતી. પછી તેઓ બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે T20Iની સિરીઝમાં પણ હારી ચૂક્યા છે અને તાજેતરમાં ઈંગ્લેન્ડમાં 3-0થી ટીમ હારી ગઈ હતી. પાકિસ્તાનની એકમાત્ર સિરીઝ ન્યુઝીલેન્ડમાં સામે મળી 2-1થી જીતી હતી.
આ પણ વાંચો: તને ક્યાં કશું આવડે છે?’ ભારતના પૂર્વ ખેલાડીને ધોની-વિરાટ પર કોમેન્ટ કરવી પડી ભારે, લોકોએ કર્યો ટ્રોલ
રેકોર્ડ જોતા ભારતનું પલડું ભારે
પાછળના વર્ષોમાં બંને ટીમ વચ્ચે કુલ 14 મેચ રમાઈ હતી. જેમાં ભારતે 11 મેચમાં જીત મેળવી હતી. ભારતે એશિયા કપમાં પાકિસ્તાન સામે કુલ 6 મેચ રમી છે જેમાંથી 5માં જીત મેળવી છે. જયારે પાકિસ્તાન બે મેચ જીત્યું હતું. વિવિધ કારણસર બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ રમાઈ નથી. છેલ્લે T20 વર્લ્ડકપ 2016માં દિલ્હી ખાતે બંને દેશો વચ્ચે મેચ થઈ હતી. ત્યારે વરસાદને કારણે વિક્ષેપિત થયેલી મેચને લીધે પાકિસ્તાને આ મેચમાં ભારતને બે રને હરાવ્યું હતું.
આ ખેલાડીઓ પર સૌની નજર રહેશે
ભારત માટે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા તોફાની ઓપનિંગ જોડી છે. મંધાનાએ 28.13ની એવરેજ અને 121.83ની સ્ટ્રાઈક રેટથી 3320 T20 રન બનાવ્યા છે. શેફાલીએ 24.27ની એવરેજ અને 129.48ના સ્ટ્રાઈક રેટથી 1748 રન બનાવ્યા છે. આ સ્થિતિમાં આ જોડી પાકિસ્તાન માટે જોખમ સાબિત થઇ શકે છે. પાકિસ્તાન માટે સ્ટાર કેપ્ટન નિદા દાર છે, જે બોલિંગ ઓલરાઉન્ડર અને વિકેટ લેનાર બોલર પણ છે. જયારે સિદરા અમીન પણ શાનદાર ફોર્મમાં છે. તેણે આ વર્ષે 8 ઇનિંગ્સમાં 205 રન બનાવ્યા છે.
મેચનું પ્રસારણ આ ચેનલો પર કરવામાં આવશે
ભારત અને શ્રીલંકામાં મહિલા એશિયા કપ 2024નું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારણ કરવામાં આવશે. ભારતમાં આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ હશે.
એશિયા કપ 2024 માટે ભારતની સંભવિત ટીમ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), ઉમા છેત્રી (વિકેટકીપર), સ્મૃતિ મંધાના (વિકેટકીપર), શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, જેમિમા રોડ્રિગ્સ, રેણુકા ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ, સજના સજીવન
એશિયા કપ 2024 માટે પાકિસ્તાનની સંભવિત ટીમ: નિદા દાર (કેપ્ટન), ઇરમ જાવેદ, સાદિયા ઇકબાલ, આલિયા રિયાઝ, ડાયના બેગ, ફાતિમા સના, ગુલ ફિરોજા, મુનીબા અલી, સિદ્રા અમીન, નાઝીહા અલ્વી, સૈયદા અરુબ શાહ, નશરા સુંધુ, તસ્મિયા રુબાબ, ઓમેમા સોહેલ, તુબા હસન.