back to top
Homeસૌરાષ્ટ્રઘરફોડ ચોરીને અંજામ આપતા ચિત્રાના બે રીઢા ચોર ઝડપાયા

ઘરફોડ ચોરીને અંજામ આપતા ચિત્રાના બે રીઢા ચોર ઝડપાયા

– અક્ષરપાર્ક ચોકડી નજીક બાકડે બેઠા હતા ત્યારે એલસીબીએ ઉઠાવી લીધા

– ભાવનગર, પાલનપુર અને સુરતમાં થયેલી 6 ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે રૂા. 4.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ભાવનગર : ભાવનગર, પાલનપુર અને સુરત શહેરમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર બે રીઢા ચોરને અક્ષરપાર્ક ચોકડી પાસેથી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઉઠાવી લીધા હતા.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત અનુસાર અગાઉ ચોરીઓના ગુનામાં પકડાયેલ વિનોદ ઉર્ફે ઈગુ ધીરૂભાઈ સરવૈયા અને મુકેશ કાનાભાઈ વાઘેલા (રહે, બન્ને ચિત્રા) નામના રીઢા તસ્કર શહેરના કુંભારવાડા, અક્ષરપાર્ક ચોકડીથી આગળ મેલડી માતાજીના મંદિર પાસે બાકડા ઉપર હોવાની અને બન્ને શખ્સ પાસે સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ હોવાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે દરોડો પાડી વિનોદ ઉર્ફે ઈગુડો ધીરૂભાઈ સરવૈયા (રહે, વહાણવટી, સાત નળાા, દેવીપૂજકવાસ, સુરેન્દ્રનગર, હાલ ચિત્રા માર્કેટીંગ યાર્ડ, સ્વામિનારાયણ મંદિર પાસે, દેવીપૂજકવાસ) અને મુકેશ ઉર્ફે મુકલો કાનાભાઈ વાઘેલા (રહે, ચિત્રા માર્કેટીંગ યાર્ડ, સ્વામિનારાયણ મંદિર પાસે, દેવીપૂજકવાસ) નામના શખ્સોને ઝડપી લઈ તલાશી લેતા સોનાના ઘરેણાં, મોબાઈલ ફોન, ચાંદીના દાગીના મળી કુલ રૂા.૪,૫૯,૮૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે શખ્સોની પૂછતાછ કરતા ભાવનગર, પાલનપુર અને સુરતમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યાની કબૂલાત આપી હતી. જેના આધારે બન્ને શખ્સને બોરતળાવ પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, બન્ને રીઢા તસ્કરની ધરપકડ સાથે ચાલુ વર્ષ દરમિયાનમાં  બોરતળાવ પોલીસ મથક વિસ્તારમાં ચાર, પાલનપુર શહેરમાં એક અને સુરતના વરાછા પોલીસ મથકની હદમાં થયેલી એક ચોરીનો ભેદ ઉકેલાયો છે.

વાળ ખરીદવાના બહાને દિવસે રેકી કરતા

છ ઘરફોડ ચોરીને અંજામ આપનાર વિનોદ ઉર્ફે ઈગુડો અને મુકેશ ઉર્ફે મુકલો જુદા-જુદા શહેરોમાં જઈ તહેવારો ઉપર રહેણાંક વિસ્તારમાં દિવસના સમયે વાળ ખરીદવાના બહાને ઘરોની રેકી કરતા હતા અને બાદમાં ઘરમાં ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હતા. 

બન્ને શખ્સનો ગુનાહિત ઈતિહાસ

ઝડપાયેલા રીઢા ચોર વિનોદ ઉર્ફે ઈગુડો સરવૈયા સામે ગીર સોમનાથ અને રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ મથકમાં ચોરીના ગુના નોંધાયેલા છે. જેમાં તેને પકડવાનો બાકી હતી. આ ઉપરાંત ગુનાહિત માનસિકતા ધરાવતો વિનોદ ઉર્ફે ઈગુડો નામના શખ્સ સામે સુરેન્દ્રનગરના એ ડિવિઝન પોલીસમાં ૨૦૧૭ અને ૨૦૧૯માં ચોરીના ત્રણ, બોટાદ પોલીસમાં ૨૦૧૮માં ચોરીનો એક, નવસારીના જલાલપોર અને નવસારી પોલીસમાં ૨૦૧૯માં બે-બે, રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસમાં વર્ષ ૨૦૨૧માં એક, સુરેન્દ્રનગરના વઢવાણ પોલીસમાં વર્ષ ૨૦૨૨માં એક, ગાંધીધામના બી ડિવિઝન પોલીસમાં વર્ષ ૨૦૨૨માં એક, કચ્છ પૂર્વના ભચાઉ પોલીસમાં વર્ષ ૨૦૨૨માં એક, સુરતના કાપોદ્રા પોલીસમાં વર્ષ ૨૦૨૩માં ચોરીનો એક ગુનો નોંધાયેલો  છે. જ્યારે મુકેશ ઉર્ફે મુકલો વાઘેલા સામે રાજકોટ રેલવે પોલીસમાં વર્ષ ૨૦૧૮માં અને ૨૦૨૦માં વરતેજ પોલીસમાં દારૂનો એક ગુનો તેમજ જૂનાગઢ રેલવે પોલીસમાં આઈપીસી ૩૭૯ મુજબ એક ગુનો દાખલ થયેલો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments