Image : Represtative
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સતત માથું ઉંચકી રહ્યો છે. સામાન્ય રીતે 14 વર્ષની ઉમર સુધીના બાળકોને થતા ચાંદીપુરાના કુલ શંકાસ્પદ કેસનો આંક આજે વધીને 27 થઈ ગયો છે જ્યારે 5 બાળકના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 5 દિવસમાં ચાંદીપુરાથી મૃત્યુઆંક વધીને 15 થઈ ગયો છે. 15 મૃતકોમાંથી 14 ગુજરાતના છે અને 1 દર્દી રાજસ્થાનના ઉદયપુરનું છે. ચાંદીપુરના વધતા કેસને પગલે હેલ્થ એજન્સીઓ સક્રિય થઇ ગઇ છે.
સારવાર લઇ રહેલા બાળકોના સેમ્પલ પૂણે ખાતે મોકલવામાં આવ્યા
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં હાલ ચાંદીપુરાથી સંક્રમિત 3 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સારવાર લઈ રહેલા આબાળ દર્દીઓમાંથી બે દર્દીની હાલત સ્થિર છે જ્યારે 1 વેન્ટિલેટર પર છે. અન્ય 1 દર્દીનું સ્વાસ્થ્ય સામાન્ય હતું અને તેને ડિસ્ચાર્જ અગેઈન્સ્ટ મેડિકલ એડવાઈઝ અપાઈ છે. સારવાર લઈ રહેલા બાળકોમાં ચાંદલોડિયા અને આંબાવાડી વિસ્તારના બાળકોનો સમાવેશ થાય છે. અમદાવાદની સિવિલમાં મહેસાણાના 1 વર્ષીય અને દહેગામના 7 વર્ષીય બાળકનું મોત થયું હતું. સિવિલમાં સારવાર લઇ રહેલા બાળકોના સેમ્પલ પૂણે ખાતે મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો : માળીયાના ખોરાસા ગીર નજીકથી એક સિંહણ અને બે બાળ સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળતા ચકચા
બાળકને તાવ, ખેંચ સાથે મગજના તાવની અસર જોવા મળી
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના વરેઠા ગામના એક વર્ષના બાળકની તબિયત લથડતાં તેને વડનગર સિવિલમાં લવાયું હતું, જ્યાં તેને વેન્ટિલેટર સાથે આઈસીયુની જરૂર હોવાથી તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ માટે રિફર કરાયું હતું. પરંતુ મંગલવારે રાત્રે 12ને 5 મિનિટે એ એક વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું. દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા ગામની સાત વર્ષના એક બાળકને તાવ, ખેંચ સાથે મગજના તાવની અસર જોવા મળી હતી. જેને સારવાર માટે અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યું હતું. પરંતુ બુધવારે મોડી સાંજે સારવાર દરમિયાન મોત થયું છે.
આ પણ વાંચો: નવસારીમાં પાણી પૂરવઠા વિભાગમાં કૌભાંડ! માત્ર કાગળ પર કામ બતાવી રૂ. 12.44 કરોડનું ફુલેકું ફેરવ્યું
પ્રથમ કેસ મહારાષ્ટ્રના ચાંદીપુરમાં આવ્યો હતો
બાળકોના મોતને પગલે આરોગ્ય તંત્ર દ્વારા તાલુકા વિસ્તારના બાળ રોગ નિષ્ણાંતોને ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ બાળ દર્દીઓ મળી આવે તો તાકીદે જાણ કરવાની સૂચના પણ આપી દેવાઈ છે. આ ઉપરાંત તકેદારી પણ વધારી દેવામાં આવેલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા જે ઘરો માટીના અને લીપણનાં હોય છે એમાં તિરાડોની અંદર આ માખીઓ, કીટકો વસતા હોય છે. ત્યાં આગળ એના પુરવાનું કામ, જંતુનાશક દવા છાંટવાનું વગેરે જેવાં કામ 4500થી 4600 જેટલાં ઘરોમાં કરવામાં આવ્યું છે. આશરે 44000 જેટલા લોકોને આ રોગની તપાસમાં આવરી લેવામાં આવેલા છે. ડોક્ટરોના મતે ચાંદીપુરા કોઈ નવો વાઈરસ નથી. તેનો પ્રથમ કેસ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં સામે આવ્યો હતો. મૂળ મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તાર આ વાયરસથી પ્રભાવિત છે.
આ પણ વાંચો : ભાજપના ધારાસભ્યએ ઉતાવળે બનાવેલા 11 રોડ 4 મહિનામાં જ બિસ્માર, કરોડો રૂપિયાનો ધૂમાડો!
મૃતક બાળકીના ઘરની આસપાસ 19 સેન્ડ ફ્લાય માખી મળી
ગોધરા તાલુકાના કોટડા ગામે ચાંદીપુરા વાયરસથી બાળકીના મોત બાદ તંત્ર દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં મૃતક બાળકીના ઘરની આસપાસના મકાનોમાંથી ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડ ફુલાય નામની 19 માખીઓ મળી આવી છે. જ્યારે મૃતક બાળકીના ઘરમાંથી ચાર સેન્ડ ફુલાયુ માખીઓ મળી આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા સેન્ડ ફુલાય માખીઓ મળી આવેલા મકાનોમાં તિરાડો પુરવા તેમજ દવા છંટકાવની પણ કામગીરી હાથ ધરી છે.
કુલ 10 હજારથી વધુ ઘરોમાં સ્ક્રિનિંગ કરાયું
ચાંદીપુરા વાયરસ વકરે નહીં માટે આરોગ્ય વિભાગ દ્વારા સિસ્ક્રનિંગ વધારી દેવામાં આવ્યું છે. આરોગ્યની ટીમ દ્વારા 10,181 ઘરોમાં કુલ 51,724 વ્યક્તિઓનું સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કુલ 3,567 કાચા મળેલ ઘરોમાંથી કુલે 3,741 ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરાયું છે.
ચાંદીપુરા વાયરસ ફેલાવતો સેન્ડ ફફ્લાય કઈ રીતે જોખમી હોય છે…
• સેન્ડફ્લાય ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં થાય છે.
• સેન્ડ લાય તેની ઉત્પતિ માટે ઈંડા મૂકે છે, તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને તેમાંથી પુત્ર માખી બને છે. આ સેન્ડફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં ચાર ગણી નાની હોય છે.
• ગ્રામ્ય વિસ્તારોના ખાસ કરીને ગાર-લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છિદ્રોમાં રહે છે.
• સેન્ડ ફૂલાય દ્વારા ચાંદીપુરા ઉપરાંત કાલા આઝાર જેવા રોગ પણ ફેલાય છે.
• સામાન્ય રીતે ૧૪ વર્ષ સુધીના બાળકો કે જેમની રોગપ્રતિકારકશક્તિ ઓછી હોય તેમને આ થવાનું જોખમ રહે છે.
ચાંદીપુરના લક્ષણો શું હોય છે…
• બાળકને સખત તાવ આવવો, ઝાડા થવા, ઉલ્ટી થવી, ખેંચ આવવી, અર્ધભાન કે બેભાન થવું.
સેન્ડ ફલાયથી થતાં રોગથી બચવા શું કરવું…
• ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલા છિદ્રો-તિરાડને પુરાવી દેવી જોઈએ.
• ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી.
• ૧૪ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવા.
• બાળકોને ખુલ્લા શરીરે ઘરની બહારના આંગણા-ધૂળમાં રમવા દેવા નહીં.