અમદાવાદ,ગુરુવાર,18 જુલાઈ,2024
અમદાવાદના લોકો જન્મતિથી,પુણ્યતિથી કે લગ્નતિથી નિમિત્તે સ્વજનો સાથે યાદગીરીના
ભાગરુપે એક વૃક્ષ તેમના નામની તકતી સાથે મ્યુનિ.ના મેમોરીયલ પાર્કમાં મુકાવી
શકશે.આ માટે રુપિયા ૩૧૦૦ ચાર્જ મ્યુનિ.તંત્રને ચુકવવો પડશે. એક વર્ષ સુધી તંત્ર આ
વૃક્ષની જાળવણી કરશે.
શહેરના પશ્ચિમ ઝોનમાં ચાંદખેડા ખાતે આવેલી ટી.પી.સ્કીમ
નંબર-૪૪ના ફાઈનલ પ્લોટ નંબર-૨૪૬,ગાયત્રી
સર્કલ પાસે અંદાજીત ૮૪૪૧ ચોરસ મીટર જગ્યામાં તથા પૂર્વ ઝોનના નિકોલ વિસ્તારમાં
આવેલી ટી.પી.-૧૨૩,સીના
ફાઈનલ પ્લોટ નંબર-૩૪,મેવાડ
પાર્ટી પ્લોટ પાસે આવેલી ૩૨૫૩ ચોરસ મીટર જગ્યામાં મેમોરીયલ પાર્ક મ્યુનિસિપલ તંત્ર દ્વારા બનાવવામા
આવશે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કમિટીની બેઠક બાદ કહયુ,આ પ્લોટમાં
શહેરીજનો પસંદગીનું વૃક્ષ લગાવી શકશે.પોતાના કે સ્વજનની યાદગીરી માટે નામની તકતી
મુકાવી શકશે.સમયાંતરે મેમોરીયલ પાર્કની તેઓ મુલાકાત લઈ શકશ.કુદરતી કે અન્ય કારણસર
લગાવેલ વૃક્ષ બળી જાય કે કરમાઈ જાય તો મ્યુનિ.તંત્ર તે જાત તથા ઉંચાઈનું શકય હશે
ત્યાં સુધી બીજુ વૃક્ષ લગાવશે.