પેરિસ,૧૮ જુલાઇ,૨૦૨૪,ગુરુવાર
પેરિસ ઓલમ્પિકને શરુ થવામાં માત્ર એક સપ્તાહ જેટલો જ સમય બાકી રહયો છે. ફ્રાંસની રાજધાની પેરિસમાં સિન્ન નદી નજીક ઉદઘાટન સમારોહ યોજાશે. સિન્નમાં ટ્રાયથલોન અને તરણ જેવી સ્પર્ધાઓ પણ આયોજીત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સિન્ન નદીના અસ્વચ્છ પાણીના લીધે પહેલા તરણ સ્પર્ધા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
એપ્રિલ મહિનામાં પાણીની તપાસ કરતી એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ જણાવલું કે ઇ કોલાઇ અને બેકટેરિયાનું ઉચ્ચ સ્તર તરવૈયાઓ માટે ખતરનાક બની શકે છે. પાણીની ખરાબ ગુણવત્તા માટે સીવેઝને જવાબદાર ગણવામાં આવ્યું હતું. પેરિસની નીચે ૨૫૦૦ કિમીથી વધારે લાંબુ સીવર સિસ્ટમ છે. ઘરોમાંથી નિકળતા પાણીની સાથે વરસાદનું પાણી પણ વહે છે.
સીવરમાં પાણીના પ્રવાહની માત્રા એક ચોકકસ સ્તર કરતા વધી ગયા પછી પામીને સિન્ન નદીમાં વહાવવામાં આવે છે. નદીને સાફ કરવા માટે એક ભૂમિગત જળ ભંડારણની સુવિધાનું નિર્માણ મે મહિનામાં પુરુ કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦૦૦૦ કયૂબિક મીટર પાણી જમા થઇ શકે છે. આને શુધ્ધિકરણ સુવિધામાં છોડવામાં આવશે અને સીવેજે સિન્ન નદીમાં જતું અટકાવવામાં આવશે.
પરિણામ સ્વરુપ ઇ કોલાઇ બેકટેરિયાનું પ્રમાણ ઘટી ગયું હતું. આટલું પ્રમાણ તરણ સ્પર્ધા અને સ્નાન કરવા માટે પુરતું છે. પેરિસન મેયર એની હિદાલ્ગો ઓલિમ્પિક પહેલા નદીના પાણીમાં સ્નાન કરીને ખેલાડીઓ માટે પાણી સુરક્ષિત છે એવો મેસેજ આપ્યો હતો. મેયરે જણાવ્યું હતું કે પાણી ખૂબજ સ્વચ્છ હોવાથી મને તો બહાર નિકળવાનું જ મન થતું ન હતું.
પાણીમાં કિચડ જેવી ગંધ કે ટર્બિડિટી પણ નથી. ઓલમ્પિકની આયોજન સમિતિએ જો ે હવામાન ખરાબ હશે અને પાણીની ગુણવત્તા જોખમાશે તો ટ્રાયથલોન તરણ રદ કરવામાં આવશે અને મેરોથન તૈરાકી કોઇ અન્ય સ્થાને સ્થળાંતરિત કરવામાં આવશે. આ ચેતવણી પછી એક ભરોસો અને વિશ્વાસ સંપાદિત કરવાના હેતુંથી પેરિસના મેયરે નદીમાં સ્નાન કરવાનો અનુભવ લીધો હતો.