Jamnagar News : વર્ષ 2018માં લાલપુર ગામે લાખો રૂપિયાની ગ્રાન્ટમાંથી વિકાસ કાર્યો સામે સણસણસતા આક્ષેપો કરીને મામલો હાઈકોર્ટ સુધી લઈ જનારા અરજદારે 2023 બાદ 2024માં પંચાયત અને સરકારી તંત્ર સામે કરેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની ફરિયાદો બાદ લાલપુરના પુર્વ તલાટી મંત્રી અને હાલના પંચાયત પ્રમુખના પી.એ. યજ્ઞેશ કણસાગરા પાસે મંગાયેલું તેનું બચાવનામું પણ પંચાયત તંત્રએ ગ્રાહ્ય નહીં રાખ્યા છતાં પગલા લેવાને બદલે પંચાયત તંત્રએ તા.3 જુનથી ફરી તપાસની પ્રોસેસ હાથ ધરતાં પંચાયતી વર્તુળમાં આશ્વર્ય ફેલાયું છે.
આ પ્રકરણની વિગતો મુજબ લાલપુરના સાર્વજનિક પ્લોટમાં સરકારી ગ્રાન્ટમાંથી લાખો રૂપિયાના કામો થયા હતા. જેના સામે આક્ષેપો સાથે એક મનસુખભાઈ નામના અરજદારે 2019માં ગુજરાત હાઈકોર્ટમાં 9 લોકોના નામ સાથે અધિકારીઓને પક્ષકાર તરીકે જોડીને એક પીટીશન કરી હતી. જેમાં તંત્રએ તપાસ કરીને પગલાં નહી લેતાં અરદારે બે વખત કન્ટેન્પ્ટની ફરિયાદ કરવી પડી હતી.
ત્યાર બાદ જિલ્લા પંચાયતના તંત્રએ ફરી લાલપુરના કામ વેળાએ 2018માં તલાટી કમ મંત્રી તરીકે ફરજયુક્ત હાલ પ્રમુખના પીએ યજ્ઞેશ કણસાગરાને તંત્રએ ચાર્જસીટ આપીને તા.11.12.2023 ના રોજ બચાવ રજુ કરવાની તક આપી હતી. જે બાદ છેક તા.3 જુન 2024ના રોજ ડેપ્યુટી ડીડીઓએ લેખિત આદેશ કરીને આક્ષેપો અંગે બચાવનામું ગ્રાહ્ય રાખવા પાત્ર ન હોવાનું સ્પષ્ટ જણાવીને ફરી ડેપ્યુટી ડીડીઓ (મહેકમ) વિમલભાઈ ગઢવીને તપાસ સોંપતો હુકમ કર્યો હતો.
જે બાદ આ મામલે હજી પણ તપાસ ચાલી રહી હોવાનું તા.17 જુલાઈના રોજ ડે. ડીડીઓ જણાવે છે. ઉલ્લેખનિય છે કે,2018થી રજુઆતો છતાં તંત્ર દ્વારા આખા પ્રકરણમાં એક પણ વ્યક્તિની તપાસ પુરી કરવામાં આવી નથી, કે નથી પગલા લેવાયા.