– જની અદાવતનું મનદુઃખ રાખીને છ શખ્સઓએ લોખંડના પાઇપથી માર માર્યો હતો
ભુજ: અબડાસા તાલુકાના ડુમરા ગામે છ દિવસ પહેલા બનેલા હુમલાના બનાવમાં ઘાયલ યુવકનું બુધવારે સવારે મોત થતાં મામલો હત્યામાં પલટાયો હતો. કોઠારા પોલીસે છ આરોપીઓ સામે હત્યાની કલમનો ઉમેરો કરીને આગળની કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મરણજનાર ઇરફાન મામદ સુમરા (ઉ.વ.૨૭) ગત ૧૧મી જુલાઇના સાંજે પોણા છ વાગ્યે ડુમરા ગામના બસ સ્ટેશન પર ભુજ જવા માટે ટ્રાવેલ્સ બસની રાહ જોઇ રહ્યો હતો. ત્યારે ગામના વિક્રમસિંહ ભોજરાજસિંહ રાઠોડ, સેતાનસિંહ રાઠોડ, યુવરાજસિંહ ઉર્ફે ઇલુ નરેન્દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, લાલો જાડેજા, જયપાલસિંહ જાડેજા સહિત છ શખ્સોએ આવીને જુના ઝઘડાના મનદુથખ તકરાર કરીને મરણજનાર યુવકને લોખંડના પાઇપથી માર મારીને હાથ અને પગમાં ફેકચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી. છ આરોપી સામે કોઠારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. દરમિયાન આ બનાવમાં ઘાયલ યુવાન ફરિયાદ ઇરફાન મામદ સુમરાનું સારવાર દરમિયાન બુધવારે સવારે મોત તથા મામલો હત્યામાં પલટાયો હતો. કોઠારા પોલીસ હત્યાની કલમનો ઉમેરો કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.