back to top
Homeઅમદાવાદતમારા વ્હીકલના તમામ ડોક્યુમેન્ટ તૈયાર રાખજો, ટૂંક સમયમાં ઓટોમેટિક ઈ-ચલાન સિસ્ટમ શરૂ...

તમારા વ્હીકલના તમામ ડોક્યુમેન્ટ તૈયાર રાખજો, ટૂંક સમયમાં ઓટોમેટિક ઈ-ચલાન સિસ્ટમ શરૂ થશે

image:ians

Automatic E-Challan: ગુજરાતમાં દરરોજ હજારો વાહનોની નેશનલ હાઈવે પર અવરજવર થતી હોય છે. ત્યારે હવે જો નેશનલ હાઈવે પર પસાર થતા દરમિયાન વાહનમાં પીયુસી, ટેક્સ, વીમો, ફિટનેસ, પરમિટ બાકી હશે તો ટોલ પ્લાઝામાં પસાર થતાં જ વાહનનું ઓટોમેટિક સ્કેનિંગ થઈને ઈ- ચલાન ઈસ્યૂ થઈ જશે. ગુજરાતમાં ટૂંક સમયમાં જ ઈ-ડિટેક્શન પ્રોજેક્ટ હેઠળ ઓટોમેટિક ઈ-ચલાન શરુ કરવામાં આવશે. જો કે હજુ સુધી સત્તાવાર જાહેરાત બાકી છે.

આ પણ વાંચો: સુરતનો ચોંકાવનારો કિસ્સો: Gay App પર સંપર્ક કરી યુવાનને બોલાવ્યો, પછી જે થયું તોબા…તોબા…

ઈ- ચલાન જનરેટ થવાની સિસ્ટમ શરૂ કરાશે

અહેવાલો અનુસાર, આગામી એક મહિનામાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઈ-ડિટેક્શન પ્રોજેક્ટ અમલ કરાશે. આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં આવેલા નેશનલ હાઈવે પરના ટોલ પ્લાઝા પરથી ઈ-ચલાન જનરેટ થવાની સિસ્ટમ શરૂ કરાશે. આ એવી સિસ્ટમ હશે જેમાં વાહનમાં જો પીયુસી, ટેક્સ, વીમો કરાવવાનું બાકી હશે, તો વાહનના માલિકને ટોલ પ્લાઝા પરથી ઈ- ચલાન જનરેટ થઈ જશે. હાલ ગુજરાતમાં આ સિસ્ટમ ક્યારે લાગુ થશે તેની ચોક્કસ તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો કે આ સિસ્ટમનો અમલ થતાં જ રાજ્યના અંદાજે 10 લાખ કોમર્શિયલ વાહન તેમજ ખાનગી વાહન ચાલકોને સીધી અસર કરશે. 

આ પણ વાંચો: હરણી બોટ દુર્ઘટના મુદ્દે વડોદરામાં કોંગ્રેસના ધરણા: 12 કોંગી અગ્રણીઓની અટકાયત

ઈ-ચલાન ક્લીયર કરાવવું પડશે

ઉલ્લેખનીય છે કે, ઈ-ચલાન ભરવાની સમય મર્યાદા નથી. પરંતુ વાહન સબંધિત કામગીરી કરવા જતાં પહેલા વાહન માલિકે ઈ- ચલાન કલીયર કરાવવું પડશે. પરિવહનની વેબસાઇટ પર નેટ બેંકિંગ, યુપીઆઈ, વોલેટ અને ડેબિટ- કાર્ડથી ભરી શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments