વડોદરા,મોડીરાતે દારૃનો નશો કરીને નીકળેલા કાર ચાલકને માંજલપુર પોલીસે તુલસીધામ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડયો હતો.
પોલીસ કંટ્રોલ રૃમ તરફથી માંજલપુર પોલીસને મેસેજ મળ્યો હતો કે, એક વ્યક્તિ દારૃ પીને માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે વાંકીચૂંકી કાર ચલાવે છે. જેથી, માંજલપુર પોલીસ સ્ટેશનની પી.સી.આર.વાન સ્થળ પર પહોંચી હતી. પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે કાર નહતી. પોલીસે વોચમાં ઉભી હતી. તે દરમિયાન તુલસીધામ ચાર રસ્તા તરફથી રાતે અઢી વાગ્યે એક કાર વાંકીચૂંકી આવતા કાર ઉભી રખાવી હતી. કાર ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ સૂરજ દત્તારામ ગાયકવાડ ( રહે. દેસાઇ નગર, તરસાલી તળાવની પાસે) જણાવ્યું હતું. પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી છૂટક કામ કરે છે.