back to top
Homeભારતધડાધડ બ્રિજ ધસવાની ઘટના બાદ હવે મકાન પડ્યું, બિહારમાં 4 લોકોનાં મોતથી...

ધડાધડ બ્રિજ ધસવાની ઘટના બાદ હવે મકાન પડ્યું, બિહારમાં 4 લોકોનાં મોતથી હડકંપ

Bihar under construction house collapsed: બિહારમાં ધડાધડ બ્રિજ ધસવાની ઘટના બાદ હવે એક મકાન ધરાશાયી થઈ ગયું છે. પૂર્વ ચંપારણના ઢાકા પોલીસ સ્ટેશન વિસ્તારના લહાન ઢાકામાં આજે એક ભીષણ દુર્ઘટનામાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. એક નિર્માણાધીન એક ઈમારતનું શટર ખોલતી વખતે અચાનક ધસી પડેલા કાટમાળ નીચે આ તમામ લોકો દટાઈ ગયા હતા. જ્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે તેમને તાત્કાલિક તબીબી સહાય મળી ન હતી અને ત્યાં તેમને મૃત જાહેર કરવાની માત્ર ઔપચારિકતા જ થઈ હતી. આ ઘટના અને ત્યારબાદ હોસ્પિટલમાં સારવારના અભાવે લોકોમાં હોબાળો મચી ગયો છે.

રોષે ભરાયેલા લોકોએ ઢાકા-મોતિહારી રોડ જામ કર્યો

આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ ઢાકા-મોતિહારી રોડ જામ કરી દીધો છે અને ખૂબ હંગામો મચાવ્યો છે. લોકોનું કહેવું છે કે, ઢાકા સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં એક પણ ડોક્ટર હાજર નથી. અમે ઘાયલ મજૂરોને લઈને હોસ્પિટલ પહોંચ્યા પરંતુ અહીં ડોક્ટર હાજર ન હોવાના કારણે તેમની સમયસર સારવાર ન થઈ શકી. આ કારણે મજૂરોના મોત થઈ ગયા. લોકોએ કહ્યું કહ્યું કે, બિહાર સરકાર આ મામલાને ગંભીરતાથી લે અને તાત્કાલિક તેનું સમાધાન કરે. આ સાથે જ મૃતકોના પરિવારજનોને યોગ્ય સહાયતા આપવામાં આવે.

પૂરતી સંખ્યામાં પોલીસ દળ તહેનાત

બીજી તરફ ઘટનાની સૂચના મળતા જ ઢાકા પોલીસ BDO, SDO, SDPO અને પોલીસ સ્ટેશનના વડા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ તમામ અધિકારીઓ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીઓએ યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન પણ આપ્યું પરંતુ લોકોએ તેમની એક વાત ન સાંભળી. હાલમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. વરિષ્ઠ અધિકારીના આદેશ પર પૂરતી સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરી દેવામાં આવ્યા છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments