back to top
Homeભાવનગરબુધેલ-ભાવનગર રોડ પર આઈસર- કાર વચ્ચે અકસ્માતમાં યુવાનને ઈજા

બુધેલ-ભાવનગર રોડ પર આઈસર- કાર વચ્ચે અકસ્માતમાં યુવાનને ઈજા

સવસ રોડ બંધ હોવાથી આઇસર ચાલકે વાહન રોંગ સાઈડમાં દોડાવ્યું

રોડ ઉપર મસમોટા ખાડા છતાં તંત્ર બેધ્યાન, ધૂળના ટેકરા કરી રોડ બંધ કરી દેવાતા છાશવારે અકસ્માતો થતા હોવાની રાવ

ભાવનગર: બુધેલ-ભાવનગર હાઈવે પર સર્વિસ રોડની ખખડધજ હાલત અને રોડ બંધ કરી દેવામાં આવતા વાહનો રોંગ સાઈડમાં દોડી રહ્યા છે. જેના કારણે અવાર-નવાર નાના-મોટા અકસ્માતના બનાવો બનતા હોય, આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે આવી રહેલ આઈસરચાલકે કાર સાથે ટક્કર મારતા કરચલિયા પરાના યુવાનને ઈજા થઈ હતી.

બનાવની મળતી વિગત અનુસાર શહેરના ક.પરા, રાણીકા ગેટ, પટેલ ફળી, જેઠાભાઈની ઘંટીની સામે રહેતા જયદીપભાઈ ઈશ્વરભાઈ વાજા (ઉ.વ.૨૫) અને તેમના પાંચ મિત્રો ગઈકાલે બુધવારે સાંજના સમયે જયદીપભાઈના માસા ભગવાનભાઈ દયાળભાઈ વાઘેલાની અલ્ટીકા કાર નં.જીજે.૦૪.ઈજે.૪૪૯૭ લઈને બુધેલની સિધ્ધિ વિનાયક હોટલ ખાતે ચા પાણી પીવા માટે ગયા બાદ રાત્રિના સમયે પરત આવી રહ્યા હતા. આ સમયે બુધેલ-ભાવનગર નેશનલ હાઈવે પર લોર્ડસ હોટલની સામેના બ્રીજ ઉપર ગોળાઈમાં પહોંચતા રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે આવી રહેલ આઈસર નં.જીજે.૦૪.વી.૪૭૬૦ના ચાલકે કાર સાથે અકસ્માત સર્જતા ચાલક જયદીપભાઈ વાજાને સામાન્ય ઈજા અને કારને નુકશાન થયું હતું. આ બનાવ અંગે જયદીપભાઈ વાજાએ આઈસરના ચાલક સામે વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વધુમાં આ અકસ્માતની ઘટના બનતા પાછળથી આવતા અન્ય ટ્રકના ચાલકે બ્રેક મારતા ટ્રકની પાછળ બાઈક ઘૂસી ગઈ હતી. જે બનાવમાં બાઈકચાલકને ઈજા થતાં ૧૦૮ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ અને મામલતદાર તંત્રે દોડી જઈ ક્રેન મારફતે બન્ને વાહન હટાવી લીધા હતા.

ઉલ્લેખનિય છે કે, નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારીના કારણે ત્રણેક મહિનાથી સર્વિસ રોડની હાલત બદતર છે. સવસ રોડમાં મોટા-મોટા ખાડા પડી ગયા હોવા છતાં રિપેર કરવાના બદલે ધૂળના ટેકરા કરી બંધ કરી દેવાતા વાહનો રોંગ સાઈડમાં દોડી રહ્યા છે અને તેના કારણે છાશવારે અકસ્માતોના બનાવ બની રહ્યાનો કકળાટ લોકોમાં સાંભળવા મળ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments