આણંદ : આણંદ જિલ્લામાંથી બોરસદ, ભાદરણ, લાલપુરા અને બામણવા ગામની ચાર અલગ-અલગ યુવતીઓ રહસ્યમય રીતે લાપત્તા થઈ હોવાના બનાવો અનુક્રમે બોરસદ શહેર, ભાદરણ, આંકલાવ અને ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયા છે.
બોરસદના પામોલ રોડ ઉપર જાખલાનો કૂવો વિસ્તારમાં રહેતી અર્પિતાબેન સુરેશભાઈ પરમાર (ઉં.વ.૨૫) ગત તા.૧૨મી જુલાઈ, ૨૦૨૪ના રોજ ઘરેથી કોઈને કંઈપણ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ રહસ્યમય રીતે લાપત્તા થઈ હતી.
બોરસદ તાલુકાના ભાદરણ તાબે જીરાવાડમાં રહેતી શ્રધ્ધાબેન પ્રકાશભાઈ રાણા (ઉં.વ.૨૨) ગત તા.૧૪મી જુલાઈ, ૨૦૨૪ના રોજ ઘરેથી આણંદ દવાખાનામાં ઈન્ટરવ્યું આપવા જવાનું કહીને નીકળ્યા બાદ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરી લાપત્તા થઈ હતી.
આંકલાવ તાલુકાના લાલપુરા ગામે ટેકરાવાળા ફળીયામાં રહેતી બિનલબેન ચીમનભાઈ રોહિત (ઉં.વ.૨૩) ગત તા.૧૪મી જુલાઈ, ૨૦૨૪ના રોજ ઘરેથી કોઈને કંઈપણ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ લાપત્તા થઈ હતી. ખંભાત તાલુકાના બામણવા ગામે આનંદપુરામાં રહેતી જાનકીબેન બાબુભાઈ પરમાર (ઉં.વ.૧૯) ગત તા.૧૫ થી ૧૬ જુલાઈ દરમ્યાન ઘરેથી કોઈને કંઈપણ કહ્યા સિવાય ક્યાંક ચાલી ગઈ હતી. તેણીની શોધખોળ કરતા-કરાવતા મળી ન આવતા આ બનાવ અંગે બાબુભાઈ પરમારે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરી હતી.