back to top
Homeસૌરાષ્ટ્રભાવનગરથી સિકંદરાબાદ માટે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે

ભાવનગરથી સિકંદરાબાદ માટે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે

– 11મી ઓગસ્ટ સુધી દર રવિવારે 

– આ ટ્રેનની ટિકિટનું બુકિંગ શુક્રવારથી શરૂ થશે : ટ્રેન બન્ને દિશામાં સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ સ્ટેશને રોકાશે

ભાવનગર : યાત્રિયોની સુવિધા માટે રેલવે પ્રશાસને ભાવનગર ડિવિઝનના ભાવનગર ટમનસથી સિકંદરાબાદ સુધી સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. 

ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર ૦૭૦૬૨ ભાવનગર-સિકંદરાબાદ સાપ્તાહિક વિશેષ ટ્રેન ભાવનગર ટમનસ સ્ટેશનથી દર રવિવારે સવારે ૧૦.૧૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે સોમવારે બપોરે ૧૫.૪૫ કલાકે સિકંદરાબાદ સ્ટેશન પહોંચશે. આ ટ્રેન ભાવનગર ટમનસ સ્ટેશનથી ૨૧.૦૭.૨૦૨૪, ૨૮.૦૭.૨૦૨૪, ૦૪.૦૮.૨૦૨૪ અને ૧૧.૦૮.૨૦૨૪ના રોજ ચાલશે.

એ જ રીતે ટ્રેન નંબર ૦૭૦૬૧ સિકંદરાબાદ-ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન સિકંદરાબાદ સ્ટેશનથી દર શુક્રવારે રાત્રે ૨૦.૦૦ કલાકે ઉપડશે અને રવિવારે સવારે ૦૫.૫૫ કલાકે ભાવનગર ટમનસ સ્ટેશન પહોંચશે. આ ટ્રેન સિકંદરાબાદ સ્ટેશનથી ૧૯.૦૭.૨૦૨૪, ૨૬.૦૭.૨૦૨૪, ૦૨.૦૮.૨૦૨૪ અને ૦૯.૦૮.૨૦૨૪ના રોજ ચાલશે.

આ ટ્રેનમાં ફર્સ્ટ કમ સેકન્ડ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન રૂટમાં સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત, નંદુરબાર, ભુસાવલ, અકોલા, વાશીમ, હિંગોલી, બસમત, પૂર્ણા જંકશન, નાંદેડ, મુદખેડ જંકશન, બાસર, નિઝામાબાદ, કામારેડ્ડી અને મેડચલ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

ટ્રેન નંબર ૦૭૦૬૨ માટે ટિકિટ બુકિંગ ૧૯ જૂલાઈને શુક્રવારથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને  વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરોએકરીને વેબસાઇટ www. enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments