Maharashtra Assembly Elections 2024: મહારાષ્ટ્રમાં વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજવાની છે. ત્યારે એનસીપી કેટલી બેઠક પર ચૂંટણી લડશે તે વિષય પર પક્ષના નેતા અને કેબિનેટ મંત્રી ધરમરાવ બાબા અત્રામે બેઠકની ફાળવણી અને મહાયુતિમાં તેમના પક્ષની હિસ્સેદારી અંગે મોટો ખુલાસો કર્યો છે. અત્રામે જણાવ્યું કે પક્ષ દ્વારા રાજ્યની 80 બેઠકો પર સર્વે કરવાનું હાથ ધરી દીધું છે.
મીડિયા સાથે વાત કરતા અત્રામે કહ્યું હતું કે, અમારું લક્ષ્ય 80 બેઠકો પર ચૂંટણી લડવાનું છે અને અમે 100 ટકા પરિણામ લાવવાના પ્રયાસ કરીશું. રાજ્યમાં એનસીપી કઈ બેઠકો પર ચૂંટણી લડશે? આ પ્રશ્નનો જવાબ આપતા અત્રામે કહ્યું, પક્ષની અંદર મંતવ્યોનું આદાનપ્રદાન શરૂ કરવામાં આવ્યું છે. અને આગળ સર્વે પણ હાથ કરવામાં આવશે. પક્ષ વિદર્ભમાંથી 20 બેઠક પર ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યો છે. વિદર્ભની છ બેઠકો પર પહેલાથી જ અમારી પાસે ધારાસભ્યો છે. બાકીની 14 બેઠકો કઈ હોવી જોઈએ? અને તે બેઠકો ઉપર કોણ ઉભું રહેશે? મેં તેના વિશે વિચારવાનું શરૂ કર્યું છે.
આ પણ વાંચો: RJD અને JDU પર ભડક્યા પ્રશાંત કિશોર, રૂપૌલી બેઠક પરના ચોંકાવનારા પરિણામો પર કર્યો કટાક્ષ
એનસીપી અનીલ દેશમુખ વિરુધ ઉમેદવાર ઉતારશે
અત્રામે જણાવ્યું હતું કે અમે દરેક જીલ્લામાંથી એક બેઠક પર ચૂંટણી લડીશું. શરદ પવાર જૂથના ઉમેદવારો જે બેઠકો ઉપર પ્રાથમિકતા પર હશે તે બેઠકો પર અમે ચૂંટણી લડીશું. અત્રામે ખુલાસો કર્યો છે કે પક્ષ અનિલ દેશમુખ સામે ખાસ રણનીતિ બનાવી રહ્યો છે. જો ભાજપ પાસે અનિલ દેશમુખ સામે કોઈ સક્ષમ ઉમેદવાર નહી હોય તો અમારી પાસે દેશમુખ પરિવારમાંથી મજબૂત ઉમેદવાર છે.
આ પણ વાંચો: નાયડુએ મોદી સરકાર પાસે કરી ફરી 3 માગ! છેલ્લા 10 દિવસમાં બે વાર દિલ્હીની મુલાકાતથી તર્કવિતર્ક
એનસીપીમાં દેશમુખ પરિવારમાંથી કોણ જોડાશે?
અત્રામે દાવો કર્યો છે કે અત્યારે ભલે દેશમુખ પરિવારમાંથી અમારા પક્ષમાં કોઈ નથી, પરંતુ ચૂંટણીમાં હજુ ઘણો સમય બાકી છે. દેશમુખ પરિવારમાંથી તે વ્યક્તિને અમારા પક્ષમાં સામેલ કરીને નામાંકિત કરવામાં આવશે.