back to top
Homeભારતમહિલા પોલીસને ઑન ડ્યુટી પર વીડિયો બનાવવો ભારે પડ્યો, કાર્યવાહીની તૈયારી

મહિલા પોલીસને ઑન ડ્યુટી પર વીડિયો બનાવવો ભારે પડ્યો, કાર્યવાહીની તૈયારી

File Photo

Woman  Police Make Video On Duty: ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં તૈનાત એક પીઆરડી મહિલા પોલીસે યુનિફોર્મમાં ફરજ પર હોય ત્યારે  વીડિયો બનાવતી હતી. મામલો ભાર આવ્યા બાદ ઉત્તરાખંડ પોલીસ મહાનિર્દેશક અભિનવ કુમારની સૂચના બાદ પોલીસ વિભાગ દ્વારા ઈન્ટરનેટ મીડિયા પોલિસી તૈયાર કરવામાં આવી છે. જેના અનુસાર વિભાગના તમામ કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા પર મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ પોલિસી હેઠળ 41 પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે પોલીસ વિભાગના કર્મચારીઓ યુનિફોર્મમાં ઓફિસમાં કે સરકારી વાહનો સાથે પોતાના ફોટા અને રીલ બનાવી શકશે નહી.

ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લાના કિચ્છા કોતવાલી ખાતે પોસ્ટ કરાયેલ પીઆરડી મહિલા પોલીસે ઘણા સરકારી આદેશોનો ભંગ કરી રહી છે અને ડ્યુટી પર હોય ત્યારે યુનિફોર્મમાં ફોટા અને વીડિયો પોસ્ટ કરીને અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને ઘણા ફોલોઅર્સ મેળવી રહી છે. તે તેને મળવા આવતા ચાહકોને ગીફ્ટ પણ વહેંચે છે. અને તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરે છે.

આ પણ વાંચો: VIDEO: વિરાટ કોહલી પુત્ર અકાય સાથે દુકાનમાં ફૂલ ખરીદતો જોવા મળ્યો

મહિલા પોલીસ પર કાર્યવાહી થશે

ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લાના કિચ્છા કોતવાલી ખાતે પોસ્ટ કરાયેલ પીઆરડી મહિલા પોલીસ કિરણ જોશી ફરજ ઉપર યુનિફોર્મમાં વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરતી હતી. બીજા અન્ય યુટ્યુબર્સ દ્વારા પણ  કિરણ જોશીના વીડિયો બનાવવામાં આવ્યા છે. અને કિરણ તેમના દ્વારા બનાવેલા વીડિયોને તેમની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરતી રહે છે. તેના વિડીયો યુવકો સોશિયલ મીડિયા સાઇટ્સ પર ખુબ પસંદ કરી રહ્યો છે અને તેને ફોલો કરી રહ્યો છે. કિરણ જોશી તેના ચાહકોને મળે છે અને તેમને ગીફ્ટ પણ આપે છે. અને તેના મીડિયા પ્લેટફોર્મ પર મીટિંગનો આખો વીડિયો શેર કરીને તે લોકોને પોતાની ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા અને તેને ફોલો કરવાની અપીલ પણ કરે છે. પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે તેઓ વીડિયો જોયા બાદ આગળની કાર્યવાહી કરશે.

આપણ વાંચો: રીલિઝ થયાના પાંચ દિવસ પછી ઈન્ડિયન ટૂમાં 12 મિનીટની કાપકૂપ

ફરજ પર હોય ત્યારે વિડીયો બનાવે છે

કિરણ જોશી જયારે ફરજ ઉપર હોય ત્યારે ઘણાં નવા યુટ્યુબર્સ તેની સાથે વિડીયો બનાવે છે. જેમાં યુટ્યુબર્સ કિરણની પ્રસંશા કરતા હોય છે. વીડિયોમાં યુટ્યુબર તેમના કામ માટે લાઈક કરવાની માંગ કરતી જોવા મળે છે. એસપી સિટી મનોજ કાત્યાલે કહ્યું કે પોલીસ હેડક્વાર્ટર તરફથી સોશિયલ મીડિયા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે. તે દરેકને ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે વીડિયો જોયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments