બર્ન,૧૮ જુલાઇ,૨૦૨૪,બુધવાર
સ્વિત્ઝર્લેન્ડે એક એવા મશીનનું ઇનોવેશન કર્યુ છે જેનાથી માત્ર ૧ મીનિટમાં જીવ જતો રહે છે આથી ઇચ્છામુત્યુ ધરાવનારા માટે વરદાનરુપ છે. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન સંશોધન થયા પછી મરવા માટે કોઇ પણ પ્રકારની મેડિકલ સુવિધાની જરુરીયાત ઉભી થશે નહી. કેટલાક લોકો પોતાના જીવનથી ખૂશ હોતા નથી.
આથી તેઓ સુસાઇડ કરવાનો રસ્તો અપનાવતા હોય છે. ફાંસી, ઉંચાઇ પરથી કુદી જવું, ઝેર ખાઇ લેવું વગેરે રસ્તાઓ અપનાવે છે. આ તમામ રીત ખૂબજ તકલીફ આપે છે. ભૂલે ચુકે જો જીવી જાયતો અત્યંત યાતનાઓ સહન કરવી પડે છે. જો કે આત્મહત્યા કરીને મોતને ગળે લગાવવા માટે ઓછામાં ઓછી તકલીફનો સામનો કરવો પડે તેવું મશીન તૈયાર થયું છે.
એક બટન દબાવવાની સાથે જ જીવનનો અંત લાવવો સરળ બની જશે. જો કે આ મશીન કામ કેવી રીતે કામ કરે છે તે જાણવું રસપ્રદ છે. આ મશીનને સુસાઇડ પોડ કહેવામાં આવે છે. સુસાઇડ પોડની અંદર માણસને રાખવામાં આવે છે. જેવું બટન દબાવવામાં આવે કે તરત જ હવામાં રહેલો ઓકિસજન માત્ર ૩ સેકન્ડમાં જ ૨૧ ટકા ઘટીને ૦.૦૫ થઇ જાય છે.
માત્ર થોડીક જ ક્ષણોમાં માણસ કયારેય ના ઉઠી શકે તેવી ઉંઘમાં સૂઇ જાય છે. સુસાઇડ ઇચ્છુકને સુસાઇડ પોડમાં લઇ જતા પહેલા નામ, સરનામુ વગરે પુછવામાં આવે છે. બટન દબાવવાથી શું થશે એ અંગે પહેલાથી જ સમજાવી દેવામાં આવે છે. આથી તેને જીવનનો અંત આણતા પહેલા નિર્ણય બદલવા અંગે પુછવામાં આવે છે.
સુસાઇડ પોડનો ઉપયોગ કરવા પર કોઇ જ કાનુની પ્રતિબંધ નથી.
આ મશીનની ખાસિયત છે કે એક વાર બટન દબાવ્યા પછી નિર્ણય બદલાવાની કોઇ જ તક મળતી નથી. સ્વિત્ઝર્લેન્ડના ધ લાસ્ટ રિઝોર્ટ નામના સંગઠનના જણાવ્યા અનુસાર આ સુસાઇડ પોડનો ઉપયોગ કરવા પર કોઇ જ કાનુની પ્રતિબંધ નથી. નવાઇની વાત તો એ છે કે સુસાઇડ પોડથી મરવા માટે લોકોનું વેઇટિંગ લિસ્ટ તૈયાર થયું છે.
સુસાઇડ પોડની કિંમત મફત પણ નથી. ઉપયોગ કરતા પહેલા એક વ્યકિતએ ૧.૬૭ લાખ રુપિયા ચુકવવા પડશે. ચુકવ્યા પછી જ ઉપયોગ થઇ શકશે. આ મશીનનો ઉપયોગ કરનાર વ્યકિત માનસિક રીતે સ્વસ્થ હોવો જરુરી છે. આની ચકાસણી કર્યા પછી જ એન્ટ્રી આપવામાં આવશે.