Richa Chadha and Ali Fazal become parents: એક્ટ્રેસ રિચા ચઢ્ઢા અને અલી ફઝલના ઘરે કિલકારી ગુંજી છે. આ કપલ માતા-પિતા બની ગયા છે. રિચા ચઢ્ઢાએ 16 જુલાઈના રોજ હેલ્ધી બેબી ગર્લને જન્મ આપ્યો છે. કપલે સોશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરી છે. રિચા અને અલી પ્રથમ વખત પેરેન્ટ્સ બન્યા છે. આજે આ કપલે એકસાથે ગૂડ ન્યૂઝ આપ્યા છે.
પોતાના સ્ટેટમેન્ટમાં અલી-રિચાએ કહ્યું કે, અમને એ જણાવતા ખૂબ જ ખુશી થઈ રહી છે કે, અમારા ઘરે 16 જુલાઈના રોજ એક સ્વસ્થ બાળકીનો જન્મ થયો. અમારો પરિવાર આ ખુશીથી અભિભૂત છે અને અમે તમામ શુભચિંતકોનો તેમની શુભકામનાઓ અને આશીર્વાદ માટે આભાર માનીએ છીએ.
આ ગૂડ ન્યૂઝના એક દિવસ પહેલા જ આ કપલે પોતાના પ્રેગનન્સી ફોટોશૂટ શેર કર્યો હતો. મહત્વનું છે કે, આ કપલે આ વર્ષે ફેબ્રુઆરીમાં ચાહકો સાથે ગૂડ ન્યૂઝ શેર કરી હતી. એક્ટ્રેસે પોતાની પ્રેગનન્સી દરમિયાન સીરિઝ ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’ના પ્રમોશનમાં ભાગ લીધો હતો. જોકે, ત્યારથી તે મેટરનિટી બ્રેક પર છે.
રિચા અને અલી ફઝલની લવ સ્ટોરી ફિલ્મ ફૂકરેના સેટથી શરૂ થઈ હતી. વર્ષ 2012માં શૂટિંગ દરમિયાન બંને એક-બીજાની નજીક આવ્યા હતા. રિચા અને અલીએ વર્ષો સુધી ડેટિંગ કર્યું અને પછી વર્ષ 2022માં બંનેએ લગ્ન કરી લીધા હતા.