back to top
Homeપ્રાઈમ ન્યૂઝવડાપ્રધાન મોદી પર વિપક્ષની નિવેદનબાજીથી જ હિંસા ભડકે છે, રાહુલ ગાંધી પર...

વડાપ્રધાન મોદી પર વિપક્ષની નિવેદનબાજીથી જ હિંસા ભડકે છે, રાહુલ ગાંધી પર ભાજપે સાધ્યું નિશાન

FIle Photo

BJP Accuses Congress Make Controversial Statement On PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિપક્ષ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. ભાજપે આરોપ મૂક્યો કે કોંગ્રેસ વારંવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હિંસા ઉશ્કેરતા નિવેદનોનો ઉપયોગ કરે છે. કોંગ્રેસે રાજકીય પ્રતિસ્પર્ધીઓ સામે ભાષણોમાં ‘હત્યા’ અને ‘હિંસા’ જેવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ વચ્ચે ભાજપ સામે અજિત પવારે મૂકી આ માંગ, ચૂંટણી પહેલા શરૂ કરી તૈયારી

અશ્વિની વૈષ્ણવે કહ્યું રાજકીય ભાષણમાં શાલીનતા જાળવવી જોઈએ

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે વિપક્ષે પોતાના રાજકીય ભાષણો આપતી વખતે શાલીનતા અને ગંભીરતા જાળવવી જોઈએ. કારણ કે ભડકાઉ શબ્દોના ઉપયોગથી સમાજ પર માનસિક અસર પડે છે. અને તેનાથી હિંસાને પ્રોત્સાહન મળે છે અને બિનજરૂરી તણાવ વધે છે. આગળ તેમને કહ્યું, જાહેર જીવનમાં શબ્દોની પસંદગી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન મોદી વિરુદ્ધ વિપક્ષ દ્વારા ઉપયોગમાં કરવામાં આવતી ભાષા ગંભીર ચિંતાનો વિષય છે.

સંસદમાં હિંસા અને હત્યા જેવા શબ્દોનો ઉપયોગ કરાયો

ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ટૂંકા ગાળાના રાજકીય લાભ મેળવવા માટે કરાતી નિવેદનબાજી ક્યારેક હિંસા ઉશ્કેરે છે. આ ક્રમમાં, તેણે જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેની હત્યા અને ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના પ્રયાસનો ઉલ્લેખ કર્યો. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમને કહ્યું કે, રાહુલ ગાંધીએ સંસદમાં હિંસા અને હત્યા જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. અને ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીના કાફલા પર વસ્તુ ફેંકવાની ઘટના પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે, હવે મોદીથી કોઈએ ડરવું જોઈએ નહીં. જયારે પંજાબમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા પીએમ મોદીની સુરક્ષા તે સમયે ત્યાં કોંગ્રેસની સરકાર હોવા છતાં ખતરામાં મુકાઇ હતી. ત્રિવેદીએ કહ્યું કે જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કાશ્મીર અને મણિપુર જેવા સંવેદનશીલ સ્થળોની મુલાકાત લીધી ત્યારે તેમના માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. અમે સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગીએ છીએ કે નિવેદનોમાં મૃત્યુ અને હિંસા જેવા શબ્દોનો ઉપયોગ ન થવો જોઈએ. કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓએ મોદીજી માટે આ પ્રકારનું મૃત્યુ અને તે પ્રકારનું મૃત્યુ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસના નેતાઓએ કબર ખોદાશે, મરી જશે, માથું ભાંગી નાખવામાં આવશે જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને આ આજની વાત નથી, છેલ્લા ઘણા સમયથી આવા નિવેદનો અપાઈ રહ્યા છે.

આ પણ વાંચો: RJD અને JDU પર ભડક્યા પ્રશાંત કિશોર, રૂપૌલી બેઠક પરના ચોંકાવનારા પરિણામો પર કર્યો કટાક્ષ

સોનિયા ગાંધીએ કરી હતી આપત્તિજનક ટિપ્પણી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોદીના ટુકડા કરવાની વાત કરનારા એક નેતા હવે કોંગ્રેસના સાંસદ છે, અને તે કોંગ્રેસના સુપ્રીમો સોનિયા ગાંધી છે. તેમણે 2007માં મોદીને મોતના સોદાગર કહ્યા હતા. વડાપ્રધાન મોદી તે સમયે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા. વિપક્ષ નેતા તરીકે ગાંધીએ આ પ્રકારના ભાષણો આપતાં પહેલાં સમજદારીનો ઉપયોગ કરવો જોઈએ. રાજકારણ માટે યોગ્ય ન હોય તેવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments